Ahmedabad : સાયબર ક્રાઇમે ATM કાર્ડની ચોરી કરી નાણાં ઉપાડતા આરોપીની ધરપકડ કરી, આરોપી પાસેથી 81 એટીએમ કાર્ડ કબજે કર્યા

અમદાવાદમાં એક એવો એન્જિનિયર કે જે પોતાની બુદ્ધિ વાપરીને અલગ રીતે ચોરી કરવાની આદત ધરાવે છે. અભ્યાસે એન્જિનિયર પણ જ્વેલરીની દુકાનમાં કામકાજ કરે છે. આ ચોર અલગ અલગ એટીએમ પર જઇને ચોરી કરે છે. અમદાવાદ સાઇબર ક્રાઇમ આવા એટીએમ કાર્ડની ચોરી કરનાર આરોપીને પકડી પાડયો છે.

Ahmedabad : સાયબર ક્રાઇમે ATM કાર્ડની ચોરી કરી નાણાં ઉપાડતા આરોપીની ધરપકડ કરી, આરોપી પાસેથી 81 એટીએમ કાર્ડ કબજે કર્યા

અમદાવાદ સાયબર ક્રાઈમના આરોપીની ધરપકડ

અમદાવાદમાં એક એવો એન્જિનિયર કે જે પોતાની બુદ્ધિ વાપરીને અલગ રીતે ચોરી કરવાની આદત ધરાવે છે. અભ્યાસે એન્જિનિયર પણ જ્વેલરીની દુકાનમાં કામકાજ કરે છે. આ ચોર અલગ અલગ એટીએમ પર જઇને ચોરી કરે છે. અમદાવાદ સાઇબર ક્રાઇમ આવા એટીએમ કાર્ડની ચોરી કરનાર આરોપીને પકડી પાડયો છે. આ એટીએમ ચોરની પૂછપરછમાં ચોકાવનારી હકીકતો સામે આવી છે.

અમદાવાદ સાઇબર ક્રાઇમ એક ફરિયાદને આધારે એટીએમમાંથી નાણાંની ચોરીકરતાં યુવકની ધરપકડ કરી છે. જેમાં ઘોડાસરમાં ATM કાર્ડની ચોરી કરીને પૈસા ઉપાડતા એન્જીનીયરની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમની કસ્ટડીમાં જોવા મળતા આ યુવક અમિત જૈન છે. અમિત પ્રોફેશનલ એન્જીનીયર છે પરંતુ હવે તે ATM ચોર બની ગયો છે. અમદાવાદના ઘોડાસરમાં રહેતા વૃદ્ધ ATM માં પૈસા ઉપાડવા ગયા ત્યારે એટીએમ કાર્ડ ભૂલી ગયા હતા જે એટીએમ કાર્ડ તેમની પાછળ ઉભેલા અજાણ્યા વ્યક્તિએ ચોરી લીધું હતું અને તેમના ખાતામાંથી 99,600 રૂપિયા ઉપાડી લીધા હતા.

આ મામલે સાઇબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. સાયબર ક્રાઇમે એટીએમના સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે એટીએમ કાર્ડ ચોરી કરનાર આરોપી અમિત જૈનની ધરપકડ કરી છે. આ એટીએમ કાર્ડ ચોર પાસેથી ચોરીના 81 જેટલા જુદી જુદી બેંકના ATM કાર્ડ પણ મળી આવ્યા છે. એટીએમ કાર્ડ ચોરી કરનાર આરોપી અમિત જૈન મુળ બેંગ્લોરનો છે અને મણીનગર વિસ્તારમાં રહે છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે માણેકચોકમાં જવેલરીની શોપ માં મજૂરી કરે છે. તેમજ દિવસ દરમ્યાન અમુક નવરાશના સમયે તે જે દુકાનમાં કામ કરે છે તેની આસપાસના એટીએમ પર ચક્કર લગાવે છે.

આ ઉપરાંત શહેરના પણ અલગ અલગ એટીએમમાં ફરતો હતો અને એટીએમમાંથી કોઈ વૃદ્ધ વ્યક્તિ પૈસા ઉપાડતું હોય તો તેની પાછળ ઊભી તેનો પીન નંબર જોઈ લેતો હતો અને ગમે તેમ તે વૃદ્ધ વ્યક્તિ પાસેથી atm કાર્ડ મેળવી પૈસા ઉપાડે છે. તો બીજી તરફ કોઈ વ્યક્તિ એટીએમમાં કાર્ડ ભૂલી જાય અથવા તો અન્ય રીતે આરોપી એટીએમ કાર્ડ ચોરી કરી લેતો હતો અને અલગ અલગ વ્યક્તિઓના ખાતામાંથી પૈસા ઉપાડી લેતો હતો. તેને ATMનો પીન નંબર ખબર ના હોય તો ખોટો પિન નંબર ઉપયોગ કરતો. જેથી મોટી સંખ્યામાં કાર્ડ બ્લોક થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

આરોપી અમિત જૈન પાસેથી પોલીસને 81 જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા છે જેના ઉપર માર્કર પેન થી નંબર લખવામાં આવ્યા છે. જે કાર્ડ નો ઉપયોગ થઈ ચૂક્યો હોય તે કાર્ડ પર નંબર લખવામાં આવ્યા હતા જેથી કાર્ડ ઉપયોગ થયા હોવાની પોતાને જાણ થઈ શકે. હાલ તો સાયબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરીને તેના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે. આરોપીએ 81 ATM માંથી કેટલા રૂપિયા ઉપાડ્યા હતા અને તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલા છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરાઇ છે.

Previous Post Next Post