No results found

    Gujarat Election: ભાજપની પ્રથમ યાદી મોડી રાત સુધીમાં જાહેર થવાની શક્યતા, ફેઝ 1ની 89 બેઠકોના નામ થઇ શકે છે જાહેર

    ભાજપ (BJP) કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકનું સાંજે 6.30 કલાકે આયોજન કરવામાં આવ્યુ છે. મળતી માહિતી પ્રમાણે મોડી રાત સુધીમાં પહેલી યાદી જાહેર થઈ શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતની ફેઝ 1ની 89 બેઠકોના નામ જાહેર થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    TV9 ગુજરાતી

    | સંપાદિત: તન્વી સોની

    નવે 09, 2022 | 4:27 p.m

    ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે અંતિમ કવાયત હાથ ધરી છે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકનું સાંજે 6.30 કલાકે આયોજન કરવામાં આવ્યુ છે. મળતી માહિતી પ્રમાણે મોડી રાત સુધીમાં પહેલી યાદી જાહેર થઈ શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતની ફેઝ 1ની 89 બેઠકોના નામ જાહેર થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધવા જેવી બાબત એ છે કે, ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થાય તે પહેલા ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વચ્ચે  સી.આર.પાટીલના આવાસ પર બેઠક થઈ હતી. જેમાં ઉમેદવારોના નામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

    શું રહેશે ઉમેદવારોની પસંદગીનું ગણિત ?

    ઉમેદવારોને લઇને 75 વર્ષની વય મર્યાદા નક્કી કરવાની માહિતી પણ મળી રહી છે. તેની સાથે જ કોઇપણના પરિવારજન કે સગાને ટિકિટ નહીં મળે તેવી પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. જો કે અંતિમ નિર્ણય તે બોર્ડ લેતુ હોય છે. અનેક જગ્યાએ નો રિપીટ થીયરી આવે તેવુ લાગી રહ્યુ છે. તો કેટલીક જગ્યાએ દિગ્ગજોને રિપીટ કરવામાં આવે તેવી પણ વાત છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ 14 નવેમ્બર છે. પરંતુ 12 નવેમ્બરે ચૂંટણી પંચ દ્વારા રજા જાહેર કરવામાં આવી છે અને 13 નવેમ્બરે રવિવારની રજા છે. એટલે કે ઉમદવારોના નામ પર અંતિમ મહોર વાગતા જ આજે મોડી રાત સુધીમાં ભાજપ ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.

    કેટલીક જગ્યાએ દિગ્ગજો ટિકિટ કપાઇ જશે તે ડરને લઇને પોતાના પરિવારજનોની ટિકિટ માગી છે. જ્યારે આ વખતે ભાજપમાં સંગઠન દ્વારા પણ મોટા પાયે ટિકિટની માગણી કરવામાં આવી છે. જે રીતે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યુ કે સંગઠનના જેટલા પણ હોદ્દેદારોએ ટિકિટ માગી છે. તેમને ચૂંટણી ન લડવાનું આહવાન કરવામાં આવ્યુ છે. ત્યારે સંગઠનના હોદ્દેદારોએ પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال