કુતિયાણા બેઠક પર આશ્ચર્યજનક ફેક્ટર સામે આવ્યુ છે. આ બેઠક પર પહેલા રમેશ ઓડેદરાનું નામ ચાલતુ હતુ. જો કે હવે મહિલા ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપવામાં આવી છે.
છબી ક્રેડિટ સ્ત્રોત: Tv9 Gfx
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે 160 બાદ વધુ 6 ઉમેદવારોની નામની જાહેરાત કરી છે. પોરબંદરના કુતિયાણા બેઠક પર ભાજપે 25 વર્ષ બાદ મહિલા ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. કુતિયાણાથી ભાજપે ઢેલી ઓડેદરાને ટિકિટ આપી છે. ત્યારે ભાજપ કાર્યાલય પર કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવારે જંગી બહુમતી સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કુતિયાણા બેઠકની વાત કરીએ તો છેલ્લી બે ટર્મથી NCPના કાંધલ જાડેજા ધારાસભ્ય છે. આ વખતે ભાજપે મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. આમ કુતિયાણા બેઠક પર આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે.
ગુજરાત ઇલેકશન 2022 : કુતિયાણા બેઠક પર આશ્ચર્યજનક ફેક્ટર
કુતિયાણા બેઠક પર આશ્ચર્યજનક ફેક્ટર સામે આવ્યુ છે. આ બેઠક પર પહેલા રમેશ ઓડેદરાનું નામ ચાલતુ હતુ. જો કે હવે મહિલા ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર NCPમાંથી કાંધલ જાડેજા ચૂંટણી લડતા હોય છે. કાંધલ જાડેજાનું રાજ્યસભાની ચૂંટણી હોય કે રાષ્ટ્રપતિની ચૂંટણી હોય તેમનું ભાજપ તરફી વલણ રહેતુ હોય છે. ત્યારે ભાજપે આ વખતે મહિલા ઉમેદવારને આ મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે હવે આ બેઠક પર જે ટફ ફાઇટ હતી તે હવે એકતરફી થઇ ગઇ છે. આ બેઠક પરનું સમીકરણ હવે ખૂબ જ રસપ્રદ બની રહેશે.
ગુજરાત ઇલેકશન 2022 : આજે જાહેર કરેલા છ ઉમેદવારોના નામ
મહત્વનું છે કે ભાજપે પહેલી યાદીમાં 160 બાદ આજે વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ભાવનગર પૂર્વ, ધોરાજી, દેવભૂમિદ્વારકાની ખંભાળિયા, પોરબંદરની કુતિયાણા, નર્મદાની ડેડિયાપાડા અને સુરતની ચોર્યાસી બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ભાવનગર પૂર્વમાં ભાજપે વિભાવરી દવેનું પત્તુ કાપીને સેજલ પંડ્યાને ટિકિટ આપી છે. જ્યારે ભાળિયાથી મૂળુ બેરા, કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરા, ધોરાજીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ મહેન્દ્ર પાડલિયાને ટિકિટ આપી છે. દેડિયાપાડાથી હિતેશ વસાવા અને ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે.