LPG Price Today : મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર, LPG Gas Cylinder 115 રૂપિયા થયો સસ્તો, જાણો લેટેસ્ટ રેટ

ઓઇલ કંપનીઓએ આજે 1 નવેમ્બર, 2022ના રોજ જાહેર થયેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 115નો ઘટાડો કર્યો છે. આ પછી દિલ્હી, મુંબઈ સહિત દેશના તમામ મોટા શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે.

LPG Price Today : મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર, LPG Gas Cylinder 115 રૂપિયા થયો સસ્તો, જાણો લેટેસ્ટ રેટ

એલપીજી ગેસ સિલિન્ડર

TV9 ગુજરાતી

| સંપાદિત: અંકિત મોદી

નવેમ્બર 01, 2022 | 7:31 AM

સરકારી તેલ કંપનીઓએ મંગળવારે સવારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. ઓઇલ કંપનીઓએ આજે 1 નવેમ્બર, 2022ના રોજ જાહેર થયેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 115નો ઘટાડો કર્યો છે. આ પછી દિલ્હી, મુંબઈ સહિત દેશના તમામ મોટા શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. જોકે, 6 જુલાઈ, 2022થી ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેમ તમે જાણો છો, તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે અને આજે પણ આ સમીક્ષા પછી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 1 નવેમ્બરથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર 115.50 રૂપિયા સસ્તું થયોછે. નવી કિંમત 19 કિગ્રા વજનવાળા સિલિન્ડર પર લાગુ થશે જ્યારે 14.2 કિગ્રાના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત સ્થિર છે.

Previous Post Next Post