- Gujarati News
- Local
- Gujarat
- Patan
- A Four day Awareness Program Was Held On The Occasion Of National Energy Conservation Day At The Regional Science Centre, Patan
પાટણ15 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા પાટણમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે. સાયન્સ સેન્ટરમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ નિમિતે આજે 14 ડિસેમ્બર 2022 થી ચાર દિવસીય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે, 500 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મુલાકાતીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન જેડા (GEDA) અને ક્લાઈમેટ ચેન્જ વિભાગ તેમજ ગુજકોસ્ટ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ગુજરાત સરકારના સહયોગથી કરવામાં આવ્યું છે. જાગૃતિ કાર્યક્રમમાં નિષ્ણાતોની ચર્ચા, ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, ઊર્જા સંરક્ષણ પર ફિલ્મ-શો, પુનઃપ્રાપ્ય ઊર્જા દ્વારા ઊર્જા સંરક્ષણ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. સહભાગીઓ માટે અમદાવાદ સાયન્સ સિટી ખાતે આયોજિત કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ પણ રિજિયોનલ સાયન્સ સેન્ટરના ઓડિટોરિયમ હોલમાં ગોઠવવામાં આવ્યું હતું.

રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ આવેલ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને પ્રતિભાગીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે દર વર્ષે 14 ડિસેમ્બરે ‘રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’ મનાવવામાં આવે છે. તેનો હેતુ લોકોને ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ વિશે જાગૃત કરવા અને ઊર્જા સ્ત્રોતોની બચત માટેના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે. વધતી વસ્તી સાથે ઊર્જા સંસાધનોની જરૂરિયાત પણ વધી રહી છે.

ઊર્જા સંરક્ષણ એ બળતણનો વપરાશ ઘટાડવા અને ભવિષ્ય માટે બચત કરવા માટે ઓછામાં ઓછા ઊર્જા સંસાધનોનો ઉપયોગ કરવાનો પ્રયાસ છે. એવી પ્રબળ અપેક્ષા છે કે ભાગ લેનાર વિદ્યાર્થીઓ આવનારા ભવિષ્યમાં ઉર્જા સંરક્ષણ ક્ષેત્રે ચોક્કસપણે યોગદાન આપશે.