No results found

    સૂર્યકુમાર યાદવે રાજકોટની મેચ પછી તેની બેટિંગ કળા અંગેનું રહસ્યા ખોલ્યું

    રાજકોટમાં 112 રનની શાનદાર T20 સદી કરનારા સૂર્યકુમાર યાદવની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. દુનિયાભરમાં ક્રિકેટ રસીકો હવે તેના વિશે નવી-નવી વાતો જાણવા માટે તેના ઈન્ટરવ્યુ અને સોશિયલ મીડિયા પર તેને ફોલો કરવાનું શરુ કરી રહ્યા છે. મેચ પત્યા પછી સૂર્યાએ પોતાની તાકાત અને અથાગ મહેનત અંગે ખુલાસો કર્યો છે. સૂર્યા જણાવે છે કે મેચ પહેલા જ્યારે તે ટ્રેનિંગ કરતો હોય ત્યારે પોતાની જાતને અંડર પ્રેસર મોડમાં રાખીને પરસેવો પાડે છે. સૂર્યાની 360 સ્કીલ વિશે પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે.

    શનિવારે રાજકોટમાં રમાયેલી મેચમાં સૂર્યકુમાર યાદવે પીચ પર ઉતર્યા પછી શ્રીલંકાના બોલર્સના છોંતરા કાઢી નાખ્યા હતા, તે મેદાનમાં ચારે તરફ ફરી વળ્યો હતો અને આસાનીથી પોતાની સેન્ચ્યૂરી પૂર્ણ કરી દીધી હતી. સૂર્યાએ માત્ર 51 બોલમાં 112 રન કરીને અણનમ રહ્યો હતો. ભારતે શ્રીલંકા સામે આ મેચ 91 રનથી જીતી લીધી છે.

    સૂર્યકુમાર યાદવે મેચ પત્યા પછી જણાવ્યું કે, “જ્યારે તમે મેચ માટે તૈયારી કરી રહ્યા હોવ ત્યારે તમારી જાતને તમે પ્રશરમાં મૂકો તે ઘણું જ મહત્વનું છે. તમે જેટલું તમારી જાત પર દબાણ કરશો તેટલું સારું રમી શકશો. આ સાથે ઘણી મહેનત પણ છે. સારું રમવા માટે કેટલીક ક્વોલિટી પ્રેક્ટિસ પણ જરુરી છે.”

    Published by:Tejas Jingar

    First published:

    Tags: 3rd T20I, India vs Sri Lanka, India vs sri lanka 3rd t20i, Rajkot News, Suryakumar yadav, રાહુલ દ્રવિડ


    Post a Comment

    Previous Next

    نموذج الاتصال