Wednesday, January 4, 2023

ગાંધીનગરની પરિણીતાએ પહેલા પતિને છુટાછેડા આપી અંજારમાં બીજા લગ્ન કર્યા, લગ્ન જીવનમાં પુનઃ ભંગાણ સર્જાતા પોલીસ મથકના દ્વાર ખટખટાવ્યા | Gandhinagar's wife divorced her first husband and married again in Anjar, knocking the door of the police station as the marriage broke down again.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Gandhinagar’s Wife Divorced Her First Husband And Married Again In Anjar, Knocking The Door Of The Police Station As The Marriage Broke Down Again.

ગાંધીનગર10 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

ગાંધીનગરના સેકટર – 22 આનંદ વાટિકા સોસાયટીમાં પિયરમાં રહી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી પરિણીતાને પ્રથમ પતિ સાથે મનમેળ નહીં આવતાં છૂટાછેડા લેવાની નોબત આવી હતી. ત્યારે બાર વર્ષની દીકરીને પ્રથમ પતિને સોંપીને ભુજમાં બીજા લગ્ન કર્યાના થોડા વખતમાં જ પુનઃ લગ્ન જીવનમાં દહેજ માટે ભંગાણ સર્જાતા તેણીએ પોલીસની શરણે જઈને પતિ સહિતના સાસરિયાંઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી છે.

પ્રથમ પતિ સાથે મનમેળ નહીં આવતાં છૂટાછેડા લેવાની ફરજ પડી હતી
ગાંધીનગરની 32 વર્ષીય યુવતીને બબ્બે વખત લગ્ન કર્યા પછી પણ પસ્તાવાનો વખત આવ્યો છે. પ્રથમ લગ્ન જીવનમાં ભંગાણ સર્જાતા ભુજના યુવક સાથે બીજા લગ્ન કરીને પણ લગ્ન જીવનનું સુખ નહીં ભોગવી શકનાર સેકટર – 22 આનંદ વાટિકા સોસાયટી ખાતે પિયરમાં રહી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતી રિદ્ધિનાં (નામ બદલેલ) પ્રથમ લગ્ન વર્ષ – 2009 માં ભુજ ખાતે કોર્ટમાં થયા હતા. જો કે પતિ સાથે મનમેળ નહીં આવતાં છૂટાછેડા લેવાની ફરજ પડી હતી. એ વખતે રિદ્ધિએ દીકરીનો કબજો પતિને સોંપી દીધો હતો.

પ્રથમ લગ્ન જીવનનો કડવો અનુભવ થયા પછી ફરી સંસાર માંડયો
​​​​​​​
બાદમાં ગત તા. 12/08/2020 ના રોજ સમાજના રીત રિવાજ મુજબ રિદ્ધિના લગ્ન અંજાર તાલુકાના આશાપુરા સોસાયટી ખાતે રહેતાં વિકાસ(નામ બદલેલ છે) સાથે થયા હતા. આમ પ્રથમ લગ્ન જીવનનો કડવો અનુભવ થયા પછી ફરી સંસાર માંડીને રિદ્ધિ સાસરીમાં રહેવા ગઈ હતી. જ્યાં થોડા સમય પછી સાસુ ઘરકામ બાબતે વાંધા વચકા કાઢી મહેણાં ટોણાં મારી કહેતા કે, પડોશીની વહુ ઘણુ બધુ દહેજ લાવેલ છે અને તને તારા બાપાએ કંઇ દહેજ આપેલ નથી.

કચ્છનાં મહિલા પોલીસ મથકે પણ અરજી આપી હતી
​​​​​​​
એમાંય વળી સાસુ તેના વિરુદ્ધ વિકાસને ઉશ્કેરણી કરતા હતા. જેથી વિકાસ રિદ્ધિ સાથે મારઝૂડ કરતો હતો. જ્યારે લગ્ન કરીને પિયરમાં જ રહેતી નણંદ પણ મહેણાં ટોણાં મારવાની કોઈ કસર બાકી રાખતી ન હતી. તો નજીકમાં જ રહેતી બીજી નણંદ પણ ઘરે જઈને વિકાસની ચઢવણી કરતી હતી. જેનાં કારણે પણ વિકાસ શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. જેમનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જતાં આખરે રિદ્ધિએ મહિલા પોલીસ સ્ટેશન કચ્છ ખાતે પતિ, સાસુ અને બે નણંદો વિરુધ્ધ અરજી આપવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે…