Kanjhawala Girl Dragged Case : Police Claim 6 New CCTV Footage Recovered

Delhi Girl Dragged Case: કાંઝાવાલા કેસમાં આજે તમામ 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતાં. કોર્ટે દિલ્હી પોલીસનો બરાબરનો ઉધડો લીધો હતો. સાથે જ આરોપીઓ અકસ્માત બાદ ઘટેલી ઘટનાનો પણ ખુલાસો થયો હતો. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે તેને આ કેસ સાથે સંબંધિત 6 નવા CCTV ફૂટેજ મળ્યા છે.

પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે, “સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે, અકસ્માત બાદ કાર થોડા અંતરે ઉભી રહે છે અને 2 લોકો તેમાંથી નીચે ઉતરે છે. તેઓ કારની નીચે જુએ છે અને પછી કારમાં બેસી જાય છે. આરોપીએ કાર ચલાવી હતી. 

‘2 લોકોએ કારમાંથી નીચે ઉતરીને જોયું’

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓને અકસ્માતના 200-300 મીટરની અંદર કારમાં અંજલિ ફસાયેલી હોવાનું જાણવા મળ્યું હતું. તેમ છતાંયે તેઓ અંજલિને 12 કિમીથી વધુ સુધી ઢસડી ગયા હતા. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે, કારમાંથી નીચે ઉતર્યા બાદ જે બે લોકોને જોયા હતા તેમની પણ ઓળખ થઈ ગઈ છે. જોકે પોલીસે કોર્ટમાં બંનેના નામ જાહેર કર્યા નહોતા. જ્યારે ન્યાયાધીશે તેમના નામ પૂછ્યા તો પોલીસે કહ્યું હતું કે, “અમે તેમને ઓળખી લીધા છે પરંતુ ખુલ્લેઆમ તેમના નામ જણાવવા એ યોગ્ય નથી.”

live reels News Reels

‘બધા સીસીટીવી ફૂટેજ કેમ ના જપ્તે કર્યા?’

પોલીસે કોર્ટને કહ્યું હતું કે, તેને સામસામે બેસીને પૂછપરછ કરવામાં આવી. તેની પૂછપરછ દરમિયાન અન્ય એક સાક્ષી સામે આવ્યો. આ સાક્ષીએ તેને ઘટનાના 100 મીટર પહેલા જોયો હતો. જેને લઈ કોર્ટે કહ્યું હતું કે, તેની ટીપ થવાની હજુ બાકી છે, તેથી તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવે. જેને લઈને કોર્ટે પોલીસનો ઉધડો લેતા પૂછ્યું હતું કે, આ કેસમાં અત્યાર સુધીમાં કેટલા સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે? જેનો જવાબ આપતાર પોલીસે કહ્યું હતું કે, 14. તો કોર્ટે વેધક સવાલ કર્યો હતો કે, તો પછી એક જ વારમાં તમામ સીસીટીવી ફૂટેજ કેમ જપ્ત કરવામાં નથી આવ્યા?

કોર્ટે પૂછ્યું- સમગ્ર રૂટ પર કેટલા સીસીટીવી છે?

કોર્ટે કહ્યું કે, “આખરે એક જ વારમાં તમામ સીસીટીવી ફૂટેજ કેમ ઉપલબ્ધ નથી? આટલા દિવસો પછી પણ સીસીટીવી ફૂટેજ આવી રહ્યા છે, તે એક જ વારમાં કેમ પ્રાપ્ત ન થઈ શક્યું?” કોર્ટે પૂછ્યું, “સમગ્ર રૂટ પર કેટલા સરકારી સીસીટીવી કેમેરા હતા? શું તમામના ફૂટેજ લેવામાં આવ્યા હતા?” કોર્ટે આ કેસમાં દીપક નામના આરોપીની ભૂમિકા અંગે પોલીસનો જવાબ પણ માંગ્યો હતો. કોર્ટે પૂછ્યું કે, દીપકની ભૂમિકા શું છે?

આશુતોષના વકીલે જામીન માંગ્યા

આશુતોષના વકીલે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. તેણે કહ્યું હતું કે, મારો વાંક એટલો જ છે કે મેં પોલીસને જાણ કર્યા વિના કાર પાર્ક કરી. બીજી તરફ પોલીસે જામીનનો વિરોધ કર્યો હતો. પોલીસે કહ્યું હતું કે, તેની ભૂમિકાની તપાસ હજી ચાલુ છે. જો જરૂર પડશે તો આગામી થોડા દિવસોમાં તેને ફરીથી કસ્ટડીમાં લેવામાં આવી શકે છે. પોલીસે તમામ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની માંગ કરી હતી. જેના મંજુર કરતા કોર્ટે તમામને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતાં.

 

أحدث أقدم