No results found

    Rajkot: Two traders clashed fight video viral

    રાજકોટ: શહેરમાં વધુ એક મારામારીનો વીડિયો સામે આવ્યો છે. મારામારીનો આ બનાવ શહેરના કૃષ્ણનગર સોસાયટીમાં બન્યો છે. અહીં બે વેપારીઓ વચ્ચે મારામારી થઈ હતી. આ મામલો બિચકવા પાછળનું કારણ પણ ખૂબ જ નજીવું હતું. માત્ર પાણી ઉડવા જેવી સામાન્ય બાબતમાં બંને વેપારીઓ ઝઘડી પડ્યા હતા.

    શહેરના કૃષ્ણનગર ખાતે આજે બપોરના સમયે આ ઘટના બની હતી. કૃષ્ણનગર સોસાયટીમાં આવેલી સ્ટેશનરીની દુકાન અને ખાણીપીણીની દુકાનના વેપારી વચ્ચે આ માથાકૂટ સર્જાઇ હતી. ફ્લેટમાંથી પાણી દુકાન પર પડ્યું હતું. ત્યાર બાદ ખાણીપીણીના દુકાનદાર અને સ્ટેશનરીના દુકાનદાર વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીએ થોડીક જ ક્ષણોમાં મારામારીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

    Published by:Azhar Patangwala

    First published:

    Tags: Gujarat News, Rajkot News, વાયરલ વીડિયો


    Post a Comment

    Previous Next

    نموذج الاتصال