No results found

    સૂર્યકુમારે T20માં શાનદાર સદી ફટકાર્યા બાદ પત્નીની પર્સનલ વાત જણાવી

    સૂર્યકુમાર યાદવે રાજકોટમાં રમાયેલી T20 મેચમાં તોફાની બેટિંગ કરીને સૌ કોઈને અચંભિત કરી દીધા છે. સૂર્યાએ શાનદાર રીતે માત્ર 52 બોલમાં સ્ફોટક 112 રનની ઈનિંગ્સ રમી હતી. આ સાથે જ ભારતે શ્રીલંકા સામેની T20 સીરિઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. સૂર્યકુમાર યાદવે શાનદાર સદી ફટકાર્યા પછી ખુદ તેના કોચ રાહુલ દ્રવિડે તેનું ઈન્ટરવ્યુ લીધું હતું. જેમાં બન્ને મજાક-મસ્તી પણ કરી હતી.

    મેચ પછી રાહુલ દ્રવિડને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાની રમત અંગે જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેણે પોતાની પત્ની અને પરિવારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

    કોચ રાહુલ દ્રવિડે જ્યારે સૂર્યાને કહ્યું કે, હું તમને નાનપણથી રમતા જોઉં છું, શું તમે મને નાનપણમાં બેટિંગ કરતા જોયો છે? રાહુલના સવાલ બાદ બન્ને ખડખડાટ હસી પડ્યા હતા. સૂર્યાએ પોતાની રમત વિશે વાત કરતા જણાવ્યું કે, “મેં જે કંઈ અંતિમ મેચમાં કર્યું તેનાથી ઘણો ખુશ છું, એ જ વસ્તુ ફરી થઈ છે. હું જ્યારે બેટિંગ કરવા માટે જઉં ત્યારે મજા કરું છું. હું જેટલું બની શકે તેટલી મારી જાતને એક્સપ્રેસ કરવાની કોશિશ કરું છું. આવા સમયે બીજી ટીમ ગેમ ઓફ કરવાની કોશિશ કરે છે પરંતુ હું ગેમ ઓન રાખવાના પ્રયાસ કરું છું.”

    આ પણ વાંચોઃ સૂર્યકુમાર યાદવે મચાવેલા તરખાટને જોઈને WIનો ખેલાડી ચકરાવે ચઢ્યો

    સૂર્યાની ફિટનેસ અને યોયો ટેસ્ટ વિશે દ્રવિડે વાત કરી તો સૂર્યાએ જણાવ્યું કે, “મારા પિતા એન્જિનિયર છે, અને મારા પરિવારમાં સ્પોર્ટ્સ સાથે સંકળાયેલી વ્યક્તિની કોઈ હિસ્ટ્રી નથી. જેના કારણે તેમના માટે પણ મારા માટે વધારે મહેનત કરવી પડી છે. તેમણે મારામાં સ્પાર્ક જોયો અને સતત મને આગળ વધારવા માટે પ્રયાસ કર્યો. તેમણે મારા માટે ઘણો ભોગ આપ્યો છે.”

    Published by:Tejas Jingar

    First published:

    Tags: India vs Sri Lanka, India vs sri lanka 3rd t20i, Suryakumar yadav, T20, રાહુલ દ્રવિડ


    Post a Comment

    Previous Next

    نموذج الاتصال