Thursday, March 16, 2023

ગુજરાતમાં કોરોનાના 119 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 63 કેસ; રાજકોટમાં બે NRI સહિત 8 લોકોનો રિપોર્ટ પોઝિટિવ | 119 cases of corona in Gujarat, highest 63 cases in Ahmedabad; 8 people including two NRIs report positive in Rajkot | Times Of Ahmedabad

અમદાવાદ4 કલાક પહેલા

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવ જેવાં લક્ષણોવાળા દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 119 કેસ નોંધાયા છે. જેની સામે 20 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં 897 દર્દીઓનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં કોરોનાના કુલ 435 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 435 એક્ટિવ કેસ છે. જેમાંથી 05 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 431 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,66,801 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11,047 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ
કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 63 કેસ નોંધાયા છે. જ્યારે 13 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 114 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ અમરેલીમાં 4 કેસ, આણંદમાં 2 કેસ, ભરૂચમાં 2 કેસ, ભાવનગરમાં 3 કેસ, ગાંધીનગરમાં 2 કેસ, મહેસાણામાં 9 કેસ, નવસારીમાં 1 કેસ, પોરબંદરમાં 1 કેસ, રાજકોટમાં 13 કેસ, સાબરકાંઠામાં 2 કેસ, સુરતમાં 13 કેસ અને વડોદરામાં 4 કેસ નોંધાયા છે.

રાજકોટમાં બે NRI સહિત 8 લોકોનો રિપોર્ટ પોઝિટિવ
રાજકોટ શહેરમાં ફરી એક વખત કોરોનાએ માથું ઊંચક્યું હોય તે ગઇકાલે એકસાથે 8 નવા કેસ પોઝિટિવ નોંધાયા હતા. જેમાં 2 મહિલા અને 6 પુરૂષનો સમાવેશ થાય છે. આ 8 કેસમાં હોટલમાં ઉતરેલા બે NRIનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનો સમાવેશ થાય છે. ચાલુ મહિનામાં 16 એક્ટિવ કેસ નોંધાયા છે.

બન્ને NRIએ વેક્સિનના બે-બે ડોઝ લીધા છે
શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ ઇમ્પિરિયલ પેલેસ હોટલમાં ઉતરેલા યુ.કે.ના 2 NRIનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બન્ને આઇસોલેટ થયા છે. 61 અને 68 વર્ષના આ બન્ને પુરુષ વ્યવસાયના કામે રાજકોટ આવીને પહેલા નિરાલી રિસોર્ટમાં અને તે બાદ ઇમ્પિરિયલ પેલેસ હોટલમાં રોકાયા હોવાનું સામે આવ્યું છે. બન્નેએ વેક્સિનના બે-બે ડોઝ લીધા હોવાનું પણ આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે.

25 વર્ષની યુવતી અને 27 વર્ષનો યુવાન સંક્રમિત
આ સિવાય અંબિકા ટાઉનશીપમાં આવેલ સત્યજીત સોપાનમાં રહેતા અને ત્રણ ડોઝ લેનારા 25 વર્ષની યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે મવડી વિસ્તારમાં શ્રીનાથજી સોસાયટી 11માં રહેતા અને વેક્સિનના ત્રણ ડોઝ લેનારા 27 વર્ષના યુવાનને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

શહેરના આ વિસ્તારોમાં પણ પોઝિટિવ કેસ નોંધાયા
શહેરના નાના મવા રોડ પર રાજનગરમાં રહેતા અને વેક્સિનના ત્રણ ડોઝ લેનાર 25 વર્ષના યુવાનનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે નહેરૂનગર સોસાયટીમાં રહેતા અને વેક્સિનના બે ડોઝ લેનાર 34 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે રેસકોર્સ પાર્કમાં રહેતા વેક્સિનના ત્રણ ડોઝ લેનાર 58 વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે સંતકબીર રોડ પર સદગુરૂનગરમાં રહેતા અને વેક્સિનના બે ડોઝ લેનાર 47 વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આ તમામ દર્દી ઘરે જ સારવાર હેઠળ છે. 8 પૈકી કોઈની હાલત ગંભીર નથી.

હોસ્પિટલમાં દાખલ બે પૈકી એક દર્દીને રજા અપાઈ
ઉલ્લેખનીય છે કે ચાલુ મહિનામાં નોંધાયેલા 23 કેસ પૈકી હવે 16 કેસ એક્ટિવ છે. સાત દર્દી સાજા થઈ ગયા છે. જ્યારે હોસ્પિટલમાં દાખલ બે પૈકી એક દર્દીને પણ રજા આપી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: