Wednesday, March 22, 2023

કાંટુ ગામમાં ગેરકાયદેસર રીતે ગાંજાની ખેતી કરતો હતો ખેડૂત, 14 કિલો ગાંજાના જથ્થા સાથે SOGની ટીમે રેડ કરી કાંટુ ગામેથી પકડ્યો | A farmer who was illegally cultivating ganja in Kantu village was caught by the SOG team along with 14 kg of ganja from Kantu village. | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)6 મિનિટ પહેલા

ઘોઘંબા તાલુકાના કાંટુ ગામે પોતાના ખેતરમાં એક ખેડૂત ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડનું વાવેતર કરી રહ્યાની ચોક્કસ બાતમી મળી હતી. તેના આધારે એસ.ઓ.જી.ની ટીમે 14 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘોઘંબા તાલુકાના કાંટુ નજીક કૂવા ફળિયામાં લીલા ગાંજાના છોડના વાવેતર સાથે રમેશ નાયક રંગેહાથ ઝડપાયો હતા. તેની પાસેથી 14 કિલો ગાંજાનો મુદ્દામાલ કબ્જે લઈને કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ઘોઘંબા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોધરા એસ.ઓ.જી. ટીમના પીએસઆઈ આર.એન.પટેલ સહિતનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. ત્યારે ઘોઘંબા તાલુકાના કાંટુ નજીક કૂવા ફળિયામાં રહેતા રમેશ નાયકના પોતાના કબ્જા હેઠળના ખેતરમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનાં છોડનું વાવેતર કર્યું છે. તેવી ચોક્કસ આધારભુત બાતમી મળી હતી. જેથી આ જગ્યાએ રેડ કરાતાં ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પકડાયેલા 14 કિલો ગાંજાની કિંમત રૂ. 1,41,600 આંકવામાં આવી રહી છે. આ મુદ્દામાલ સાથે તેને પકડી પાડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: