No results found

    અરવલ્લીમાં કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવવા માટે ધરણા કાર્યક્રમ યોજાયો; સૂત્રોચ્ચાર કરતા 15થી વધુ કાર્યકરોની અટકાયત | Dharna program organized by Congress to save democracy in Aravalli; Over 15 activists detained for chanting slogans | Times Of Ahmedabad

    અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

    • કૉપી લિંક

    છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ દ્વારા અલગ અલગ મુદ્દાને લઈ આંદોલન થઈ રહ્યું છે. ત્યારે આજે મોડાસા ચાર રસ્તા ખાતે કોંગ્રેસનું લોકશાહી બચાવો કાર્યક્રમ યોજાયો હતો.

    અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ, મહિલા કોંગ્રેસ તેમજ અલગ અલગ મંડળ દ્વારા લોકશાહી બચાવવા અને સરકાર દ્વારા લોકશાહીમાં હાલ લેવાતા નિર્ણયોના વિરુદ્ધમાં ‘લોકશાહી બચાવો તાનાશાહી દૂર કરો’ના સૂત્રોચ્ચાર કરીને મોડાસા ચાર રસ્તા પર ધરણા યોજાયા હતા. જોકે કાર્યક્રમ યોજાય એ પહેલાં મોડાસા ટાઉન પોલીસે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, મહામંત્રી મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિત 15થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال