- Gujarati News
- Local
- Gujarat
- Mehsana
- Stone Pelting Between Two Groups In Vijapur, Bike Was Broken, Building’s Roofs Were Broken, One Group Filed A Complaint Against 16
મહેસાણાએક કલાક પહેલા
મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર તાલુકાના હિરપુરા ગામે મંદિરનો કેટલોક ભાગ તોડી પાડવા મામલે બે પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ હતી.આ મારામારીમાં એક પક્ષના માણસોના મકાનો પર પથ્થર મારો કરી બાઈક તોડી દેવાયા તેમજ કેટલાક લોકોને માર મારવામાં આવ્યો સમગ્ર ઘટના પગલે એક જૂથના 16 સામે ફરિયાદ નોંધાઇ છે.
વિજાપુર તાલુકાના હિરપુરા ગામે અરવિંદ મગાજી ઠાકોર કુહાડી વડે મહાકાળી માતાજીના મંદિરે જાળી પર નુકસાન કરી મંદિરના પ્રવેશ દ્વાર પાસે સિમેન્ટની ટોપોના આગળના ભાગે કુહાડી મારી ટોપો તોડી નાખી હતી.સમગ્ર મામલે ગામમાં રહેતા વિજયસિંહ રાઠોડ તેમજ અમરસિંહ રાઠોડએ અરવિંદજી ને સમજાવવા જતા અરવિંદ જી ઉશ્કેરાઈ જઇ ગાળો બોલવા લાગ્યા હતા.બાદમાં મામલો ઉગ્ર બનતાં અરવિંદજીના મહોલ્લામાં રહેતા માણસો આવી જતા અચાનક ફરિયાદીના મહોલ્લા વાળા પર પથ્થરમારો કરવા લાગ્યા હતા.જ્યાં ફરિયાદી પક્ષના માણસો પોતાનો જીવ બચાવી ભાગ્યા હતા. જ્યાં સામે પક્ષના માણસોએ એક બાઈક પર લાકડીઓ ધોકા તલવારો મારી બાઈક તોડી દીધા બાદ અગરસિંહના મકાન પર છૂટા પથ્થરો મારી સિમેન્ટના પતરા ફોડી નુકસાન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ આવી જતા તમામ લોકો ભાગી ગયા હતા હાલમાં 16 વ્યકિત સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે.
(1)અરવિંદજી મંગાજી ઠાકોર
(2)ફુલાજી ચેલાજી ઠાકોર
(3)નિલેષજી ફુલાજી ઠાકોર
(4)કિશનજી ફુલાજી ઠાકોર
(5)ઠાકોર દેવાજી ગલાબજી
(6)સંગીતજી પ્રધાનજી ઠાકોર
(7)ઉદાજી માધુજી ઠાકોર
(8)ઠાકોર પ્રધાનજી માધુજી
(9)ઠાકોર મયુરજી પ્રહલાદજી
(10)ઠાકોર સુરશજી વજાજી
(11)ઠાકોર મહેશજી ઉર્ફ મહેલો
(12)ઠાકોર અર્જુનજી અમરતજી
(13)ઠાકોર હાર્દિકજી અજિતજી
(14)ઠાકોર ગોમતીબેન અરવિંદ જી
(15) ઠાકોર સંગીતા બેન ફુલાજી
(16) ઠાકોર મુકેશજી લાલુજી