Saturday, March 18, 2023

લગ્ન જીવનના 17 વર્ષ બાદ અભ્યાસ કરી પરિણીતાએ 2 ગોલ્ડ મેડલ મેળવ્યા, સાસુ અને માતાને યાદ કરીને ભાવુક થઈ | After 17 years of married life, married couple gets 2 gold medals, gets emotional remembering mother-in-law and mother | Times Of Ahmedabad

વડોદરા12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વડોદરાની MS યુનિવર્સિટીનો આજે 71મો પદવીદાન સમારોહ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે પદવીદાન સમારોહ પૂર્વે ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ચંચી મહેતા ઓડિટોરીયમ ખાતે યોજાયો હતો. નોંધનીય છે કે, વર્ષોની પરંપરા મુજબ પદવીદાન સમારોહ પૂર્વે વાઇસ ચાન્સેલરના નિવાસ સ્થાનને બદલે જસ્ટીસ બેલા ત્રિવેદીના કાર્યક્રમ સાથે ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજી દેવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. 71માં પદવીદાન સમારોહમાં સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયરની પુત્રી તન્વી ઐયરે 11 ગોલ્ડ મેડલ મેળવી મેદાન માર્યું હતું. તો વડોદરાની પરિણીતાએ સાંસારીક જીવનના 17 વર્ષ બાદ લો ફેકલ્ટીમાં બેચલરમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા છે. બે બાળકોની માતા તરીકેની ભૂમિકા નિભાવવા સાથે બે ગોલ્ડ મેળવનાર હિનેલ શાહ હર્ષના આંસુ રોકી શકી નહોતી.

17 વર્ષ બાદ અભ્યાસ શરૂ કર્યો
વડોદરામાં રહેતા હિનલ શાહે લો ફેકલ્ટીમાં બેચલરમાં બે ગોલ્ડ મેળવ્યા છે. હિનલે જણાવ્યું છે કે, 17 વર્ષના લગ્ન જીવન બાદ મેં મારા વકીલ પતિ અમિત શાહે ગત વર્ષે મેળવેલા ગોલ્ડ મેડલથી પ્રેરાઇને અભ્યાસ શરૂ કર્યો હતો. મેં ગોલ્ડ મેડલ મેળવવા માટે જ અભ્યાસ કર્યો છે તેવું નથી. પરંતુ, જીવનમાં કંઇક કરવાની ઇચ્છા હોવાથી મેં લગ્ન જીવનના 17 વર્ષ બાદ અભ્યાસ શરૂ કર્યો હતો. આજે મને ગર્વ છે કે, મેં બે ગોલ્ડ મેડલ મેળવીને સફળતા મેળવી છે.

બે સંતાનની માતા હિનલ શાહે બે ગોલ્ડ મેડલ મેળવ્યા.

બે સંતાનની માતા હિનલ શાહે બે ગોલ્ડ મેડલ મેળવ્યા.

બે કલાક જ ઊંઘતી હતી
હર્ષના આંસુ સાથે હિનલ શાહે જણાવ્યું હતું કે, પરિવારમાં હું એકલી જ મહિલા છું. પરિવારની જવાબદારી સાથે બે બાળકોની જવાબદારી નિભાવવા સાથે અભ્યાસ કરવો ખૂબ મુશ્કેલ છે. પરીક્ષાના 15 દિવસ પહેલાં 24 કલાકમાંથી માત્ર બે કલાક જ ઊંઘ લેતી હતી અને પરીક્ષાની તૈયારી કરતી હતી. તે સમયે મારા પતિ સહિત પરિવારજનોનો પૂરો સહયોગ રહેતો હતો. ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યારે એવો વિચાર પણ ન હતો કર્યો કે, હું લગ્નજીવન પછી અભ્યાસ કરી શકીશ. પરંતુ, પતિથી પ્રેરાઇને અભ્યાસ શરૂ કર્યો હતો.

આજે મને મારી સાસુ અને માતા યાદ આવે છે
હિનલ શાહે વધુમાં જણાવ્યું કે, મારો અભ્યાસ કરીને કંઇક કરી બતાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ પણ હતો કે, મેં અને મારા પતિએ મેળવેલી સફળતા જોઇને મારી 12 વર્ષની દીકરી અને 8 વર્ષનો પુત્ર પણ પ્રેરાઇ અને જીવનમાં ક્યારેય હિંમત હારે નહીં. આજે મને બે ગોલ્ડ મળવાથી હું ખૂબ ખૂશ છું. પરંતુ, દુઃખ એ વાતનું પણ છે કે, જો આજે મારા સાસુ અને મારી મમ્મી જીવતા હોત તો કદાચ વધારે ખુશ હોત. તે સાથે મને આજે મારા નાના પણ યાદ આવે છે. કારણ કે, હું તેમની લાડકી હતી. આજે તે પણ જીવીત હોત તો તેઓ પણ બહું ખુશ થયા હોત. પરિવારને યાદ કરતા હિનલ પોતાના હર્ષના આંસુ રોકી શકી ન હતી અને ગદગદ થઇ હતી.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા ડો. રંજન ઐયરની દીકરી તન્વી ઐયર.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા ડો. રંજન ઐયરની દીકરી તન્વી ઐયર.

મારી મહેનત સફળ થઈ
વડોદરાની સયાજી હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સિન્ડીકેટ સભ્ય તરીકે નિયુક્ત ડો. રંજન ઐયરની દીકરી તન્વીએ ફાઇનલ એમ.બી.બી.એસ., ઇએનટી ઓપ્થેસમો, સર્જરી સહિત 11 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. હાલમાં સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી ડો. તન્વીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરતા જે અનુભવો થાય છે. તે જોતા એવું લાગે છે કે, મારી મહેનત સફળ થઈ છે.

હું સુપર સ્પેશ્યાલિસ્ટ બનીશ
ડોક્ટર પરિવારના માહોલમાં શરૂઆતથી જ તબીબી ક્ષેત્ર આગળ વધવાની મક્કમ નિર્ધાર સાથે આગળ વધેલી ડોક્ટર તન્વીએ વધુમાં જણાવ્યું હતું કે, ભલે અમારો ડોક્ટર પરિવાર છે. પરંતુ, પોતાને આગળ વધવા માટે મહેનત આપણે જ કરવી પડે છે. મહેનત વગર કશુ શક્ય નથી. 24 કલાકમાંથી મોટા ભાગનો સમય દર્દીઓ વચ્ચે ગાળે છે. તેઓની પરિસ્થિતિ જોતા જીવનમાં ઘણું બધું શીખવા મળતું હોય છે. હું સુપર સ્પેશ્યાલિસ્ટ બનવા માંગુ છું.

પદવીદાન સમારોહ પૂર્વે ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ચંચી મહેતા ઓડિટોરીયમ ખાતે યોજાયો હતો.

પદવીદાન સમારોહ પૂર્વે ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ચંચી મહેતા ઓડિટોરીયમ ખાતે યોજાયો હતો.

સંસ્કૃતમાં 6 ગોલ્ડ મેડલ મળવ્યા
વડોદરાના માંજલપુરમાં રહેતી જોડિયા બહેનો પૈકી મોટી બહેન માનસી જોષીએ ફીલોસોફીમાં એક ગોલ્ડ મેળવ્યો છે. જ્યારે માનસીથી એક મિનીટ નાની બહેન મિતવા જોષીએ ફેકલ્ટી ઓફ સંસ્કૃતમાં 6 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. નોંધનીય છે કે, એમ.એસ. યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત આદ્યાત્મિક ક્રાંતિના પ્રણેતા પાંડુરંગ આઠવલેના નામથી એવોર્ડ ચાલુ કર્યો છે અને તેમાં માનસી જોષીને પ્રથમ ફીલોસોફીમાં એવોર્ડ મળ્યો છે. માનસીને ફિલોસોફીમાં પી.એચ.ડી. કરવી છે અને પ્રોફેસર બનવાની ઇચ્છા છે.

પ્રોફેસર બનવાની ઇચ્છા
મિતવા જોષીએ જણાવ્યું હતું કે, બાળપણથી અમો સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા છે. અને માતા-પિતા દ્વારા પણ અમોને સંસ્કૃતિના જતનના સંસ્કાર મળેલા છે. બાળપણથી જ અમો ઉપનિષદ સાંભળીને મોટા થયા છે. મારા ધોરણ 10 અને ધોરણ-12માં સંસ્કૃતમાં 84 માર્કસ આવ્યા હતા. જેથી મારું પહેલેથી જ નક્કી હતું કે, હું સંસ્કૃતમાં આગળ વધીશ. મેં જે ફેકલ્ટીમાં અભ્યાસ કર્યો તે જ ફેકલ્ટીમાં હું લેક્ચરર તરીકે છું., તેનું મને ગૌરવ છે. હું વેદાંત ઉપર પી.એચ.ડી. કરવા માંગુ છું. અને પ્રોફેસર બનવાની ઇચ્છા છે.

જોડિયા બહેનો મિતવા જોષી અને માનસી જોષી.

જોડિયા બહેનો મિતવા જોષી અને માનસી જોષી.

તબલામાં ગોલ્ડ મેડલ
તબલામાં ગોલ્ડ મેડલ મેળવનાર મૂળ સુરેન્દ્રનગરના વતની દેવાંગ નકુમે જણાવ્યું હતું કે, તબલા વગરનું સંગીત અધુરું છે. સંગીતના ગમે તેટલા અત્યાધુનિક વાદ્યોની શોધ થાય. પરંતુ, તબલા સંગીતનો પ્રાણ છે. તબલામાં થીયરી અને પ્રેકટીકલ બે પ્રકાર હોય છે. તબલામાં પી.એચ.ડી. કરવાની મારી ઇચ્છા છે. મારા મોટા ભાઇ જયદીપભાઇ નકુમ ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં આસિસન્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. મને ડિપાર્ટમેન્ટ ઓફ તબલામાં ગોલ્ડ મેડલ મળ્યો છે. હું ખુશ છું.

તબલામાં ગોલ્ડ મેડલ મેળવનાર મૂળ સુરેન્દ્રનગરનો વતની દેવાંગ નકુમ.

તબલામાં ગોલ્ડ મેડલ મેળવનાર મૂળ સુરેન્દ્રનગરનો વતની દેવાંગ નકુમ.

MBA કરવાની ઇચ્છા
વડોદરામાં રેસ્ટોરાં ચલાવતા બાલકૃષ્ણ (પપ્પુભાઇ) શાહની દીકરી રાધિકા શાહે ફેકલ્ટી ઓફ ટેક્નોલીજીમાં માસ્ટર્સ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશનમાં (MCA)માં બે ગોલ્ડ મેળવ્યા છે. રાધિકાએ જણાવ્યું હતું કે, મહેનત કર્યા વગર કશું પ્રાપ્ત થતું નથી. મારી MBA કરવાની ઇચ્છા છે. ટેક્નોલોજી સાથે બિઝનેશમાં આગળ વધવાની અચ્છા છે.

નેશનલ કબડ્ડી પ્લેયર
રાધિકા શાહ ડિપ્લોમા ઇન ભરતનાટ્યમ તેમજ નેશનલ કબડ્ડી પ્લેયર છે તેમજ સ્ટેટ લેવલની સ્વિમર પણ છે. તેઓએ જણાવ્યું હતું કે, મને મારા પરિવારનો સપોર્ટ રહ્યો છે. રમત-ગમત મારો શોખ છે. રમત-ગમતથી માઇન્ડ ફ્રેશ રહે છે. મને બે ગોલ્ડ મેડલ મળ્યા તેનાથી હું ખૂબ ખુશ છું અને મારા પરિવારજનો પણ ગૌરવ અનુભવી રહ્યા છે. આજે ખુશ એટલા માટે છું કે, મારા માતા-પિતાએ મારા ઉપર મૂકેલા વિશ્વાસ ઉપર હું ખરી ઉતરી છું. મને મારી પસંદગીની લાઇનમાં જવા માટે કોઇએ દબાણ કર્યું નથી.

રેસ્ટોરાં માલિકની દીકરી રાધિકા શાહ.

રેસ્ટોરાં માલિકની દીકરી રાધિકા શાહ.

હું રાત્રે અભ્યાસ કરું છુ
બે કંપનીના માલિક પાર્થ શુક્લાએ બે કંપનીના સંચાલન સાથે ફેકલ્ટી ઓફ લોમાં અભ્યાસ કરીને 4 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. પાર્થ શુક્લાએ જણાવ્યું હતું કે, હું મૂળ એન્જિનિરિંગ કરેલું છે અને મારે બે કંપનીઓ ચાલે છે. પરંતુ, કાયદાઓ જાણવા ખૂબ જરૂરી હોવાથી મેં લો કર્યું છે. ગત વર્ષે પણ મને ગોલ્ડ મેડલ મળ્યા છે. સવારે હું મારી કંપનીમાં કામ કરું છું. અને રાત્રે હું અભ્યાસ કરું છું.

દરેકે લો જાણવું જરૂરી છે
પાર્થ શુક્લાએ જણાવ્યું કે, દરેક વ્યક્તિને કાયદાનું જ્ઞાન હોવું જરૂરી છે. મેં વખત વડોદરા લો ફેકલ્ટીમાં એડમિશન લેવા માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ, મને એડમિશન મળ્યું ન હતું. આજે મને લો ફેકલ્ટીમાંથી 4 ગોલ્ડ મેળ્યા છે. હું ગૌરવ અનુભવું છું કે, મને મારી મહેનતની સફળતા મળી છે. હજુ પણ મારી લો માં ભણવાની ઇચ્છા છે. દરેક વ્યક્તિએ લો જાણવું જોઇએ.

બે કંપનીના માલિક પાર્થ શુક્લાએ 4 ગોલ્ડ મેડલ મેળવ્યા.

બે કંપનીના માલિક પાર્થ શુક્લાએ 4 ગોલ્ડ મેડલ મેળવ્યા.

મારી IAS બનવાની ઇચ્છા
IAS બનવાની અચ્છા સાથે અભ્યાસમાં આગળ વધી રહેલા મૂળ મધ્યપ્રદેશના વતની સિધ્ધાંત જૈને ઇકોનોમિક્સ માસ્ટર્સમાં 4 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. મારી ફેકલ્ટીના એચ.ઓ.ડી. અને ટીચર્સનો ખૂબ સપોર્ટ મળ્યો છે. પરીક્ષા સમયે બોધરેશન આવી જાય છે. પરંતુ, અમારા ટીચર્સે જણાવ્યું કે, કોઇ પણ વિષયને સ્ટોરીની જેમ વાંચતા રહેશો તો કોઇ પણ સબ્જેક્ટ અઘરો નથી. મારી બહેનને પણ ગોલ્ડ મેડલ મળેલો છે. અને હાલ તે યુ.કે.માં પી.એચ.ડી. કરી રહી છે. મારી IAS બનવાની ઇચ્છા છે.

IAS બનવાની અચ્છા સાથે અભ્યાસમાં આગળ વધી રહેલા મૂળ મધ્યપ્રદેશના વતની સિધ્ધાંત જૈને ઇકોનોમિક્સ માસ્ટર્સમાં 4 ગોલ્ડ મેડલ મેળવ્યા.

IAS બનવાની અચ્છા સાથે અભ્યાસમાં આગળ વધી રહેલા મૂળ મધ્યપ્રદેશના વતની સિધ્ધાંત જૈને ઇકોનોમિક્સ માસ્ટર્સમાં 4 ગોલ્ડ મેડલ મેળવ્યા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: