No results found

    અણદાપુર બસ સ્ટેશનથી ટીંમ્બા ફળિયા સુધી 2 કિમી રોડ કાચો; પ્રસૂતી ઉપડતા મહિલાને 108 સુધી ચાલતા લઈ જવાની ફરજ પડી | 2 km unpaved road from Anadapur Bus Station to Timba Paliya; A woman in labor was forced to walk to 108 | Times Of Ahmedabad

    અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

    • કૉપી લિંક

    એક તરફ તંત્ર દ્વારા ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધાની વાતો થઈ રહી છે. તો બીજી તરફ હજુ પણ અસંખ્ય ગામડા એવા છે, કે જ્યાં આઝાદીના આટલા વર્ષો પછી પણ પાકા રસ્તાની સુવિધા પહોંચી નથી. જેના કારણે રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

    વાત છે મોડાસાના અણદાપુર ગામની. આ ગામમાં 2500ની વસ્તી છે. ગામના લોકો ખેતી અને પશુપાલન પર નભતા હોય છે. આ ગામમાં ટીંમ્બા ફળિયામાં જવા માટે પાકો રસ્તો નથી. ગામમાં 108ની સેવા પહોંચી શકતી નથી. 108ની જરૂર હોય ત્યારે ગામના ભાગોળે આવેલા બસ સ્ટોપ સુધી જ ઉભી રહે છે. ગામમાં કોઈ બીમારી વાળું દર્દી હોય અથવા ડિલિવરીનો કેસ હોય ત્યારે પણ દર્દી કે પ્રસૂતાને ઊંચકીને 108 સુધી જીવના જોખમે લઈ જવા પડે છે.

    ભૂતકાળમાં અનેક વખત આવી ઘટનાઓ સામે આવેલી છે. ગ્રામજનોએ તંત્રમાં અનેક વખત રજૂઆતો પણ કરી છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. ગઈ રાત્રે એક મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા 1.5 કિલોમીટર જેટલું ચાલીને 108માં લઇ જવામાં આવી હતી. જોકે ત્યારબાદ 108 દ્વારા માલપુર સીએચસીમાં લઇ જઇને દીકરીને જન્મ આપ્યો હતો. પણ કેટલીક વખત આ રીતે જીવના જોખમે પ્રસૂતાને ચાલતા લઈ જવાથી નુકસાન થવાની સંભાવના રહેતી હોય છે. ત્યારે અણદાપુરથી ટીંમ્બા ફળિયા સુધી ડામર રોડ બને એવી ગ્રામજનોની માગ છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال