No results found

    પાટણ શહેરમાં 2 અને બાલીસણામાં એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો, હાલ 6 એક્ટિવ કેસ | 2 corona positive cases were reported in Patan city and one in Balisana, currently 6 active cases | Times Of Ahmedabad

    પાટણએક કલાક પહેલા

    • કૉપી લિંક

    પાટણ શહેર અને તાલુકામાં આજે ત્રણ કેસ નોંધાયા હતા, જેમાં બે પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. હાલ એક્ટિવ કેસ 6 થયા છે. પાટણ શહેર અને તાલુકા માં દિવસે દિવસે કેસ વધી રહ્યા છે. ત્યારે સિદ્ધપુર બાદ પાટણ શહેરની અમરદીપ સોસાયટીમાં 39 વર્ષીય મહિલા અને પટેલ વાસ જીમખાના રોડ પર એક 30 વર્ષના પુરુષ સહિત બાલીસણા ગામે 47 વર્ષીય પુરુષનો રિપોર્ટ શુક્રવારે કોરોના પોઝિટિવ આવ્યો હતો.

    પાટણ શહેર સહિત બાલીસણા ગામમાં કોરોના પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગની ટીમ સક્રિય થઈ હતી. શુક્રવારે RTPCR 350 અને એન્ટીજનના 279 મળી કુલ 629 સેમ્પલ લેવામાં આવ્યાં હતા. જેમાંથી બે પુરુષ અને એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં જિલ્લામાં કોરોનાના 6 કેસ એક્ટિવ છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال