Thursday, March 23, 2023

છાપરામાં આગ લાગતા ઘરવખરી, દાગીના અને 2 લાખની ચલણી નોટ બળીને ખાખ, ખેડૂત પરિવાર ઉપર આભ અને નીચે ધરતીની સ્થિતિમાં આવી ગયો | When the roof caught fire, the house was destroyed, jewelry and currency notes of 2 lakh were burnt, the farmer family was reduced to a state of aura above and earth below. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • When The Roof Caught Fire, The House Was Destroyed, Jewelry And Currency Notes Of 2 Lakh Were Burnt, The Farmer Family Was Reduced To A State Of Aura Above And Earth Below.

બનાસકાંઠા (પાલનપુર)31 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજસ્થાનની સરહદ પર આવેલા ગીરવરમાં એક ખેડૂતના છાપરામાં અચાનક આગ લાગી હતી. જેથી અફરાતફરી મચી હતી. આ ઘટનામાં છાપરા સહિત રોકડ-રકમ અને સર-સામાન બળીને ખાખ થયો હતો. જેથી ખેડૂત પાયમાલ થઈ જતાં દયનીય હાલતમાં મુકાઇ ગયા છે.

રાજસ્થાન-આબુરોડના ગિરવરમાં રહેતા ભામરું રામ છગનલાલના ખેતરમાં બનાવેલા રહેવા માટેના છાપરામા અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેથી આગને કાબૂમાં લેવા માટે ખેડૂતે બૂમાબૂમ કરી આસપાસના લોકોને મદદ માટે બોલાવ્યાં હતા, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા થોડીક ક્ષણોમાં આગ છાપરાની ચોમેર ફેલાઈ ગઈ હતી. જેથી ખેડૂતની નજર સામે જ પોતાનું રહેણાક મકાન બળીને ખાખ થઈ ગયું હતું.

આ ઘટનામા મકાનમાં રહેલા રોકડ-રકમ બે લાખ રૂપિયા હતા. તે પણ બળી ગયા હતા અને ચાંદીના ઘરેણાં પણ આગની લપેટમાં આવી ગયા હતા, ઘરમાં રહેલો સામાન પણ બળી ગયો હતો. જેથીખેડૂત પાયમાલ થઈ ગયો હતો. પોતાની કમાયેલ પુંજી પોતાની નજર સામે બળી જતા ખેડૂત દયનીય હાલતમાં મુકાઈ ગયો હતો. ખેડૂતે સરકાર સામે મદદની માંગ કરી છે. રાજસ્થાન સરકાર આવા બેબસ ખેડૂતને મદદ માટે હાથ લંબાવે તેવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: