હવસખોરને 20 વર્ષની સજા, 2 લાખ ભોગ બનનારને વળતર ચુકવવા આદેશ; મંડળની જમીનમાં ગેરકાયદેસર કબ્જો, 15 સામે ફરિયાદ | Illegal occupation of society land in Rajpipla Harsiddhinagar society; A complaint was registered against 15 | Times Of Ahmedabad

નર્મદા (રાજપીપળા)24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હવસખોરને 20 વર્ષની સજા…
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડીયા ગામમાં ગત તારીખ 18/04/2020ના રોજ સવારના 9 વાગે ભોગ બનનાર બાળા એકલી કુદરતી હાજતે પોતાના ઘરની બાજુમાં આવેલી વડીયા સીમમાં આવાવરૂ જગ્યામાં જવા માટે બેઠી હતી. તે વખતે જીગ્નેશ ઉર્ફે જીગો વસાવાએ પીછો કરતા આ બાળા પોતાના ઘર તરફ દોડવા લાગી હતી. જીગ્નેશ એ તેને નજીકમાં જ પકડી પાડી ઢસડીને અશોક વસાવાના ખેતરના શેઢા પાસે ઝાડીમાં લઈ ગયો હતો. બળજબરીથી જમીન ઉપર સુવડાવી પોતાની સાથે સંબંધ બાંધવાનું જણાવ્યું હતું. જો પોતાને શરીર સંબંધ નહી બાંધવા દે તો ગળું દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. શારીરિક અડપલા કરી ભોગ બનનારની મરજી વિરુદ્ધ બળાત્કાર કરી ગુનો કર્યો હતો, તે મુજબની ફરીયાદ નોંધાઈ છે.

આ કેસ રાજપીપળાની એડી. સેસન્સ કોર્ટના જજ એન.એસ. સીદ્દીકીની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરિયાદી તર્ફે જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલનાઓએ ફરીયાદ પક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરતા કોર્ટે આ પુરાવાઓને ધ્યાનમાં રાખી જીગ્નેશ વસાવાને 20 વર્ષની કેદની સજા તથા 2 લાખનું ભોગ બનનારને વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.

જમીનમાં ગેરકાયદેસર કબજો…
નર્મદા જિલ્લામાં જમીનો પચાવી કે ગેરકાયદેસર કબ્જો રાખવાના ઘણા બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. જેમાં પોલીસ લેન્ડ ગ્રેમ્બિંગ (પ્રોહિબિશન) એક્ટ મુજબ ગુના દાખલ કરે છે. ત્યારે હાલમાં આવી વધુ એક ફરિયાદ રાજપીપળા પોલીસ મથકે નોંધાઇ છે.

મળતી માહિતી અનુસાર કરણસિંહ રૂપસિંહ ગોહીલ હોદ્દો-મહામંત્રી ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, રાજપીપલાનાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલીત શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય અને ડીગ્રી કોલેજ ઓફ ફીઝીકલ એજ્યુકેશનમાં અધ્યાપક તરીકે અને વયનિવૃત્ત થતા મંડળના મહામંત્રી તરીકે માનદ સેવા આપતા આવેલા છે.

મંડળની કોલેજ જે વડીયા વિસ્તારમાં સર્વે નંબર 1થી 19માં પથરાયેલી છે. જે પૈકીની સર્વે નંબર 14, 15, 7 વાળી જમીનને અડીને જુનો સર્વે નંબર 60 (નવો સર્વે નંબર 16 ) વાળી જમીન ચુનીલાલ પટેલ તેમજ મનોજકુમાર પટેલનાઓએ વેચાણ રાખી તે જમીનમાં ખુલ્લા પ્લોટો પાડી વેચાણ કરવામાં આવેલા હતા.

જે પૈકીના પ્લોટ ખરીદનાર હાલના માલિકોમાં રાજેશ પટેલ તથા તેની પત્નિ ચેતનાબેન પટેલ, ઘર્મેન્દ્ર રાણા, હરિ રતિલાલ, પદ્મકાન્ત એચ. મિસ્ત્રી, મિલન પદ્મનાભ કાપડીયા, રાકેશ માછી (માસ્તર), પ્રતાપ વસાવા, હરેશ વસાવા, બાબુ માછી, લલ્લુ માછી, મિતેશ રાણા, મિલન (કેળાવાળા), મધુ વસાવા તથા વજેસીંગનાઓ દ્વારા પ્લોટના પ્રિમાયસીસની જગ્યા સિવાયની મંડળની સર્વે નંબર 14, 15, 7વાળી જમીન જેમા આ લોકોનો કોઇ હક્ક હિસ્સો ન હોવા છતા ગેરકાયદેસર દબાણ કરી તેમાં ગેરકાયદેસર રહેણાંક હેતુ માટે મકાનોનું બાંધકામ કરી ખાલી નહી કરી ગેરકાયદેસર કબ્જો રાખી ગુનો કરવામા આવ્યો હતો. તેમજ એકબીજાએ મદદગારી કરતા રાજપીપળા પોલીસે આ તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post