No results found

    વિસનગર માર્કેટયાર્ડમાં માર્ચ એન્ડીંગના કારણે 26 માર્ચથી 02 એપ્રિલ સુધી હરાજીનું કામકાજ બંધ રહેશે | Auction operations will be closed from 26th March to 02nd April due to March Ending in Visnagar Market Yard. | Times Of Ahmedabad

    વિસનગર19 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    વિસનગરમાં આવેલા માર્કેટયાર્ડ માર્ચ એન્ડીગમાં હિસાબોને કામકાજને લઇ તા. 26 માર્ચથી 2 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય માર્કેટયાર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં વિસનગરમાં દર વર્ષે માર્ચ મહિનામાં એન્ડીગમાં હિસાબોને કામકાજ અર્થે બંધ રહે છે. ત્યારે આ વર્ષે પણ માર્ચ એન્ડીગમાં હિસાબોના કામકાજ માટે 25 માર્ચ સુધી હરાજીનું કામકાજ ચાલુ રહેશે ત્યારબાદ 26 માર્ચથી 2 એપ્રિલ સુધી બંધ રહેશે.

    વિસનગર માર્કેટયાર્ડમાં માર્ચ એન્ડીગના કામકાજ માટે બંધ રહેશે તેવી રજા અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિસનગર સહિત આજુબાજુથી આવતા ખેડૂતભાઈ ઓને જણાવવામાં આવ્યું છે કે, 26 માર્ચથી 2 એપ્રિલ સુધી કામગીરી બંધ રહેશે. જ્યારે તારીખ 3 એપ્રિલ સોમવારથી હરાજીનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે તેવી માર્કેટયાર્ડના ચેરમેન પ્રિતેશ પટેલ તેમજ સેક્રેટરી કમલેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال