No results found

    3 લોકોના ઝઘડામાં વચ્ચે પડતા ચપ્પુથી હત્યાનો પ્રયાસ, તારો ભાઈ અને મારી દીકરી ક્યાં છે તેમ કહી મહિલાને માર માર્યો | Attempted murder with a paddle in the middle of a fight between 3 people, beat up the woman saying where is your brother and my daughter | Times Of Ahmedabad

    • Gujarati News
    • Local
    • Gujarat
    • Vadodara
    • Attempted Murder With A Paddle In The Middle Of A Fight Between 3 People, Beat Up The Woman Saying Where Is Your Brother And My Daughter

    વડોદરાએક કલાક પહેલા

    • કૉપી લિંક
    પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

    પ્રતિકાત્મક તસવીર

    વડોદરાના ખોડિયારનગર રોડ પર આવેલા પીળા વુડાના મકાન પાસે 3 લોકોના ઝઘડામાં વચ્ચે પડેવા રોહિત અર્જુનભાઈ મારવાડીને એક શખ્સે ગુસ્સામાં આવીને છાતીના ભાગે ચપ્પુ મારી દીધુ હતું અને તેમના મિત્ર સંજય પાટણવાડીયાને પણ માર માર્યો હતો. એક બાઇક ચાલક આરોપીને બેસાડીને ભાગી છૂટ્યો હતો. રોહિત મારવાડીને લોહી નીકળતુ હોવાથી તુરંત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ મામલે સંજય પાટણવાડીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

    તારો ભાઈ અને મારી દીકરી ક્યાં છે
    વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ ઇ-71, દિપ દર્શન સોસાયટીમાં રહેતા કેયુરીબેન પરમાર(ઉ.23)એ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 16 માર્ચના રોજ બે મહિલાઓ અને બે પુરુષો મારા ઘરે આવ્યા હતા અને તેઓએ ગુસ્સામાં કહ્યું હતું કે, તારો ભાઈ અને મારી દીકરી ક્યાં છે. જેથી મેં જણાવ્યું હતું કે, ખબર નથી. જેથી તમામે ગંદી ગાળો બોલી હતી અને બંને મહિલાઓએ કેયુરીબેનને મુઢ માર માર્યો હતો અને જ્ઞાતિ વિષયક અપશબ્દો પણ કહ્યા હતા. પાડોશીઓ આવી જતા ચારેય ત્યાંથી ભાગી ગયા હતા અને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ચારેય સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

    પૈસા માંગતા માર માર્યો
    વડોદરાના સયાજી ટાઉનશિપ રોડ પર આવેલ એ-11, હેમદિપ રેસિડેન્સીમાં રહેતા કમલ ઉર્ફે કમુ બંસીલાલ તોલાણીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આજવા રોડ પર આવેલ વલ્લભ ટાઉનશીપમાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે જીતુ પારેખ દારૂના કેસમાં છોટાઉદેપુર હતો. ત્યારે જામીન કરાવવા માટે તેના પુત્ર પાર્થ ઉર્ફે બિન્ટુંને મેં 40 હજાર રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત બિન્ટુએ 27 હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને મારા નામ આઇફોન 13 મોબાઇલ લીધો હતો. જેના હપ્તા તે ભરતો ન હોવાથી મેં તેને ફોન કરીને હપ્તા ભરવા માટે કહ્યું હતું. જેથી મને ગાળો આપીને રૂપિયા પરત આપવાની ના પાડી દીધી હતી.

    રાત્રે 12 વાગ્યાની આપસાપ હું મારા ભાઇ, મિત્રો અને સંબંધીઓ સાથે કમલાનગર તળાવ પાસે બેઠા હતા. ત્યારે જીતેન્દ્ર પારેખનો ફોન આવ્યો હતો કે, તમે ક્યાં છો. જેથી મેં કહ્યું હતું કે, અમે કલમાનગર તળાવ પાસે બેઠા છીએ. થોડીવારમાં જીતેન્દ્ર પારેખ, તેનો પુત્ર અને મુકેશ ભરવાડ ત્યાં આવ્યા હતા અને તેઓએ મને અને મારા ભાઈને માર માર્યો હતો. આ દરમિયાન દોઢ તોલા સોસાની ચેઈન પણ ક્યાંક પડી ગઈ હતી. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال