સુરતમાં યુવતીને મળવા પહોંચેલા વેપારીને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાનું કહી નકલી પોલીસે 3 લાખ રૂપિયા પડાવ્યા, પોલીસે છટકું ગોઠવી પકડ્યો | Fake police extorted 3 lakh rupees from a businessman who came to meet a girl in Surat asking him to frame her in the crime of rape, the police laid a trap and caught her | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Fake Police Extorted 3 Lakh Rupees From A Businessman Who Came To Meet A Girl In Surat Asking Him To Frame Her In The Crime Of Rape, The Police Laid A Trap And Caught Her

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
નકલી પોલીસ બની ઓનલાઈન વેપારીને બળાત્કારના કેસમાં ફસાવી રૂપિયા પડાવનારને ઉમરા પોલીસે ઝડપી પાડ્યો - Divya Bhaskar

નકલી પોલીસ બની ઓનલાઈન વેપારીને બળાત્કારના કેસમાં ફસાવી રૂપિયા પડાવનારને ઉમરા પોલીસે ઝડપી પાડ્યો

સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતો ઓનલાઇન વેપાર કરતા વેપારીને હની ત્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરાયો હતો.વેપારી એક યુવતીને મળવા વેસુ વીઆઈપી રોડ ખાતે ઓમ આર્કેડ બિલ્ડિંગમાં આવેલ એટલાન્ટીસ હોટલમાં ગયો હતો. આ સમયે વેપારીએ આપેલા આધાર કાર્ડના નામ આધારે ડુપ્લીકેટ પોલીસે વેપારીને ફોન કરી કહ્યું યુવતીની ફરિયાદને આધારે બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને ૩ લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. જોકે બાદમાં ડુપ્લીકેટ પોલીસે વધુ ૪ લાખની માંગણી કરતા વેપારીએ તેના મિત્રને વાત કરી હતી. જેથી બાદમાં પોલીસે વેપારીની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી છટકુ ગોઠવી ડુપ્લીકેટ પોલીસને ઝડપી પાડ્યો હતો.

ઓનલાઇન વેપારીએ યુવતીને હોટલમાં મળવા બોલાવી

સુરતના વેડરોડ નીરુફાર્મની પાસે પ્રિ-યાપાર્ક સોસાયટીમાં રહેતા અને એમેઝોન તથા ફૂલીપકાર્ડ ઓનલાઈન એપ્લીકેશન મારફતે ઘર વપરાશની ચીજવસ્તુઓનો વેપાર કરતા નિલેશ દેવજીભાઈ અણઘણ ગત તા 24મીના રોજ સોશ્યીલ મીડીયા મારફતે પરિચયમાં આવેલ સંગીતા નામની યુવતીને લઈને વેસુ વીઆઈપીરોડ ઓમ આર્કેટ બિલ્ડિંગમાં આવેલ એટલાન્ટીસ હોટલમાં મળવા માટે ગયો હતો. નિલેશે હોટલમાં પુરાવા તરીકે પોતાનું આધારકાર્ડ આપ્યું હતુ. નિલેશ યુવતીને પંદર-વીસ મીનીટ મળી હોટલમાંથી નિકળી ગયો હતો.

નકલી પોલીસે ફોન કરી ધરપકડની આપી ધમકી

ત્યારબાદ બીજા દિવસે નિલેશ તેની તારગામ આંબાતલાવડી અક્ષરધામ રોડ હાથી મંદિર ચાર રસ્તા ખાતે આવેલ ઓફિસમાં હતો. ત્યારે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો ફોન કરનારે પોતાની ઓળખ ઉમરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાંથી દેવ પટેલ તરીકે આપી ગાળાગાળી કરી તને બપોરનો શોધુ છુ તું ક્યા છે તને એરેસ્ટ કરવાનો છે. તુ ઉમરા પોલીસ સ્ટેશન આવે છે કે હું તને ત્યાં આવુ કેમ કહેતા નિલેશ ગભરાઈ ગયો. તેને મળવા માટે પોલીસ સ્ટેશન પહોચી ગયા હતા. ત્યાં દેવ પટેલ તેની પાસે આવી તુ નિલેશ અણઘણ છે. તારુ આધારકાર્ડનો ફોટો મારી પાસે છે જેથી તને ઓળખી ગયો.તું ૨૪ માર્ચના રોજ છોકરીને લઈને એટલાન્ટીસ સ્ટેશન ગયો હતો.જેથી તને એરેસ્ટ કરવાનો છે તારુ આધારકાર્ડ મને ડિ સ્ટાફના પીએસઆઈએ આપ્યું છે અને તારા વિરૂધ્ધમાં છોકરીએ બળાત્કારની ફરિયાદ કરવા માટે આવી છે.

વેપારી પાસે નકલી પોલીસે 3 લાખની માંગ કરી

નકલી પોલીસે ધરપકડ કરવાની વાત કરતા વેપારી નિલેશ ગભરાય ગયો હતો અને આજીજી કરતા તેને નજીકમાં આગળ આવેલ ગલીમાં લઈ જઈ મેટર પતાવવી હોય તો ૩ લાખ આપવા પડશે નહી આપે તો જેલમાં જજે તેમ કહી બે ત્રણ તમાચા ચોડી આપ્યા હતા. નિલેશ જેતે સમયે ખિસ્સામાંથી 10 હજાર અને બાકીના એટીએમમાંથી ઉપાડી 1.50 લાખ આપ્યા હતા અને બીજા દિવસે બાકીના 1.50 લાખ તેના મિત્ર ચીન જવાનો હોવાથી 84 હજાર ડોલરમાં કન્વર્ટ કરવા માટે આપેલા તે પૈસા તેમજ બાકીના ઘરમાંથી અને એટીએમમાંથી ઉપાડી આપ્યા હતા.

નકલી પોલીસે વધુ ચાર લાખની માંગણી

દેવ પટેલે 28 મી માર્ચના રોજ ફરી વેપારીને ફોન કરી 3 લાખ જે પીએસઆઈને આપ્યા હતા.તે પીએસઆઈની બદલી થઈ ગઈ છે અને તારો કેસ નવા પીએસઆઇ પાસે આવ્યો છે. તેણે આ મેટર પતાવવા માટે ૪ લાખ માંગ્યા છે. નિલેશ તેના મિત્રો સર્કલ પાસેથી પૈસા લઈને દેવને આપવા માટે પોલીસ મથકમાં ગયા હતા. ત્યાં તપાસ કરતા દેવ નામનો કોઈ પોલીસ નથી. તેવું જાણવા મળ્યું હતું.

પોલીસે છટકું ગોઠવી નકલી પોલીસ ને ઝડપી પાડ્યો

ત્યારે પોલીસે નિલેશની આખી વાત જાણી તેની ફરિયાદ લઈ છટકુ ગોઠવ્યું હતું. તે મુજબ દેવનો પેસા માટે ફોન આવતા નિલેશ પોલીસ સાથે પૈસા લઈને તેને રેલવે અને ત્યાંથી પોદાર આર્કેડથી આગળ કાપોદ્રા તરફ ઓવરબ્રીજ પાસે બોલાવ્યો હતો. ત્યાં પોલીસે નિલેશ પાસેથી પૈસા લેતા દેવ પટેલને રંગે હથ ઝડપી પાડ્યો હતો. પોલીસે નિલેશની ફરિયાદને આધારે નક્કી પોલીસના નામે છેતરપિંડી કરનાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post