હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કોર્ટની વાર્ષિક સાધારણ સભામાં 31 પૈકી 23 પ્રસ્તાવ મંજૂર કરાયા 8 ના મંજૂર | 23 out of 31 motions were approved in the Annual General Meeting of the Court at Hemchandracharya North Gujarat University, 8 were approved. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 23 Out Of 31 Motions Were Approved In The Annual General Meeting Of The Court At Hemchandracharya North Gujarat University, 8 Were Approved.

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોર્ટની વાર્ષિક સાધારણ સભા રંગ ભવન હોલ ખાતે કુલપતિની અધ્યક્ષમાં યોજાઇ હતી.જેમાં 31 પ્રસ્તાવો રજુ થતા ચર્ચા બાદ 23 પ્રસ્તાવો મંજુર અને 8 પ્રસ્તાવો ના મંજુર કરવામાં આવ્યા હતા.

યુનિવર્સિટી કોર્ટની સામાન્ય સભા કુલપતિની અધ્યક્ષતામાં સેનેટ સભ્ય ની ઉપસ્થિત માં યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે યોજાઇ હતી જેમાં વિવિધ 31 રસ્તાઓ પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં 23 ને મંજૂરી આપવામાં આવી હતી જ્યારે 8 નામંજૂર કરાયા હતા જેમાં પરીક્ષાલક્ષી કામગીરી, ડીલીટ ની પદવી આપવા બાબતે રસ્તા રજૂ કરાયો હતો.

સેનેટ સભ્ય આર.એચ. ચૌધરીએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે દરેક કોલેજો પરીક્ષા દરમિયાન સીસીટીવી ફૂટેજની સીડી બનાવી યુનીને મોકલી આપવા તેમજ આ ફૂટેજ દરેક કોલેજમાં એક વર્ષ સુધી ફરજિયાત રાખવા પ્રસ્તાવ કર્યો હતો , સેલ ફાઇનાન્સ કોલેજોમાં ખાસ કરીને બીએડ અને સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓ માત્ર એડમિશન લઈને ગયા પછી છેલ્લે ઇન્ટર્નલ પરીક્ષા કે યુનિવર્સિટી ની પરીક્ષાઓજ આપવા આવતા હોય છે.

તો આ બાબતે કોલેજો ખરેખર ચાલે છે કે નહીં તેની તપાસ યુનિએ અવારનવાર સ્પેશિયલ ટીમ બનાવી ચકાસણી કરવી જોઈએ તેવો પ્રસ્તાવ રજૂ કરાયો હતો.સેનેટ સભ્ય પાર્થ બારોટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે પરીક્ષાના પરિણામ તથા રીચેકિંગ અને રીએસેસમેન્ટ પરિણામો યોગ્ય ટૂંકી મુદતમાં જાહેર કરવા તેમજ ડિગ્રી સર્ટિફિકેટ અને ટ્રાન્સકીપટ ના સમયગાળામાં ઘટાડો કરી ઝડપથી મળે તેવી વ્યવસ્થા કરવા રસ્તા રજૂ કર્યો હતો તો યુનિવર્સિટી કેમ્પસ ખાતે પ્રાદેશિક ભાષા ભવન ગુજરાતી ભાષા ભવન શરૂ કરવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

સેનેટ સભ્ય દિલીપ ચૌધરી યુનિવર્સિટી કોર્ટની સભામાં શિક્ષણ અને સંશોધન ક્ષેત્ર સારા લેખક સંપાદન અનુવાદક તેમજ વક્તા સમાજસેવક , પુનરુત્થાનવિદ્યાપીઠનો કાર્યભાર વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાના પૂર્ણકાલીન કાર્યકર્તાના અમૂલ્ય યોગદાન બદલ પ્રા ઇન્દુમતીબેન કાટદરે ને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની માનદ ડીલીટ પદવી આપવા પ્રસ્તાવ કર્યો હતો આ પ્રસ્તાવને શૈલેષભાઈ એમ પટેલે ટેકો આવ્યો હતો સેનેટ સભ્ય મુકેશભાઈ પટેલે યુનિવર્સિટી દ્વારા કોર્ટ સભ્ય તથા કારોબારી સભ્યોની ચૂંટણીઓ હાલમાં યુનિવર્સિટીના પ્રવર્તમાન નિયમોની માત્રા મર્યાદા દૂર કરવા પ્રસ્તાવ રજૂ કર્યો છે.તો કારોબારી સભ્યોની મુદત ત્રણ વર્ષની છે જ્યારે ધારાસભ્ય સંસદ સભ્ય સહકારી સંસ્થાઓ ની મદદ પાંચ વર્ષની છે તો યુનિવર્સિટીમાં કારોબારી સભ્યોની મુદત પણ પાંચ વર્ષ કરવા પ્રસ્તાવ રજૂ કર્યો છે.

સેનેટસભ્ય મનીષદોશી એ જણાવ્યું હતું કે જે વ્યક્તિને હેમચંદ્રાચાર્ય મહાન સંત ના નામની ડીલીટ ની પદવી આપતા હોય ત્યારે એ વ્યક્તિ ઉત્તર ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે છેવાડા ના ગામ સુધી કામ કર્યું હોય એની જાત ઘસી નાખી હોય એવા કોઈ વ્યક્તિને અપાવી જોઈએ.

કુલપતિએ જણાવ્યું હતું કે, આજની કોર્ટ ની સાધારણ સભા યોજાઈ હતી જેમાં 31 પ્રસ્તાવો રજુ કરવામાં આવ્યા હતા. જેમાં 23 પ્રસ્તાવો મંજુર કરાય હતા તો8જેટલા ના મંજુર કરાય છે.પરીક્ષા ને લાગતી બાબતો અને ઇન્દુમતીબેન કટદરે ને ડીલીટ પદવી આપવા પ્રસ્તાવો મંજુર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Post a Comment

Previous Post Next Post