નવા 401 કેસ, અમદાવાદમાં 929 એક્ટિવ કેસ; આઠ દર્દીઓ વેન્ટિલેટર પર | 401 new cases of Corona in Gujarat, 929 active cases in Ahmedabad; Eight patients on ventilators | Times Of Ahmedabad

અમદાવાદ37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. જો કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે. જેની સામે 241 દર્દીઓ સાજા થયા છે અને હાલ આઠ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.

રાજ્યમાં કોરોનાના કુલ 2136 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2136 એક્ટિવ કેસ છે. જેમાંથી 08 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 2128 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,68,294 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11053 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 144 કેસ
કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 144 કેસ નોંધાયા છે. 124 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ સુરતમાં નવા 45 કેસ નોંધાયા છે. ત્યારે રાજકોટમાં વધુ 32 કેસ સામે આવ્યા છે. મોરબીમાં નવા 22 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 43 કેસ સામે આવ્યા છે. મહેસાણામાં નવા 16 કેસ નોંધાયા છે. અમરેલીમાં 14 કેસ નવા નોંધાયા છે. કચ્છમાં 9 કેસ સામે આવ્યા છે. બનાસકાંઠામાં વધુ 8 કેસ નોંધાયા છે. આણંદમાં 7 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં નવા 12 કેસ સામે આવ્યા છે. સાબરકાંઠામાં વધુ 5 કેસ સામે આવ્યા છે. વલસાડમાં 5 કેસ નોંધાયા છે. જામનગરમાં 6 કેસ, પોરબંદરમાં 4 કેસ, સુરેન્દ્રનગરમાં 4 કેસ, ભરૂચમાં 3 કેસ, છોટાઉદેપુરમાં 3 કેસ, પાટણમાં 3 કેસ, નવસારીમાં 2 કેસ, દાહોદમાં 1 કેસ, દેવભૂમિ દ્વારકામાં 1 કેસ, મહીસાગરમાં 1 કેસ અને પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં એક મહિનામાં કોરોનાથી સાતનાં મોત
કોરોનાથી રાજ્યમાં દર્દીના મોતની વાત કરીએ તો, રાજ્યમાં 10 માર્ચના સુરતમાં એક દર્દીનું મોત થયું હતું. ત્યારબાદ 21 માર્ચે ભરૂચના ઝઘડિયામાં 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારબાદ 22 માર્ચે મહેસાણામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. જેના બીજા દિવસે એટલે કે 23 માર્ચે અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત થયું હતું. ત્યાર પછી 25 માર્ચે રાજ્યમાં કોરોનાથી બે દર્દીનાં મોત થયાં હતાં. જેમાં અમદાવાદમાં 72 વર્ષયી વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જ્યારે કચ્છમાં 9 માસની બાળકીનું મોત થયું હતું. ત્યારબાદ 26 માર્ચે વલસાડના નાનાપોંઢાની 60 વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે.

વડોદરામાં વધુ 21 કેસ નોંધાયા, 4 દર્દી ઓક્સિજન પર
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં કોરોનાના આજે વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 101,072 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 544 થયો છે. આજે વધુ 10 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 100,429 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 88 ઉપર પહોંચ્યો છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
વડોદરા શહેરના જેતલપુર, દિવાળીપુરા, અટલાદરા, ગોકુલનગર, ભાયલી, ઉંડેરા, ફતેગંજ, છાણી, ફતેપુરા, સમા, મકરપુરા અને માંજલપુર વિસ્તારમાં આજે કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. કુલ 787 સેમ્પલ લેવાયાં હતાં. જેમાંથી 21 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એક્ટિવ 99 કેસ પૈકી 95 દર્દી હોમ આઇસોલેશનમાં છે અને 4 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. હાલ ચારેય દર્દી ઓક્સિજન પર છે. જ્યારે 64 લોકો હોમ ક્વોરન્ટીન છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post