- Gujarati News
- Local
- Gujarat
- Anand
- Gathia Made A Transaction Of 44 Thousand From Anand’s Merchant’s Credit Card, Even Though He Refused To Accept The Credit Card, It Came Home In The Post.
આણંદએક કલાક પહેલા
- કૉપી લિંક

આણંદ શહેર નજીક આવેલા ગામડી ગામમાં રહેતા અને સાડીનો વેપાર કરતા વેપારીના ક્રેડિટ કાર્ડમાંથી અજાણ્યા શખસે 44 હજાર ઉપરાંતનું ઓનલાઇન ટ્રાન્જેકશન કરી નાંખ્યું હતું. આ અંગે વેપારીએ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
ગામડી ગામમાં રહેતા મહંમદશરીફ રસુલભાઈ વ્હોરા ઘરે જ સાડીનો વેપાર કરે છે. તેમને છ મહિના પહેલા તેમના મોબાઇલ પર અજાણ્યા શખસે આરબીએલ બેંકનું ક્રેડિટ કાર્ડ લેવા અંગે પુછપરછ કરી હતી. જોકે, મહંમદશરીફે ના પાડી હતી. આમ છતાં પોસ્ટમાં ક્રેડિટ કાર્ડ ઘરે આવી ગયું હતું. જેથી તેઓ બીજા દિવસે વિદ્યાનગર ખાતે આવેલી આરબીએલ બેંકમાં ગયા હતા અને કાર્ડ બંધ કરી દેવા જણાવ્યું હતું. પરંતુ બેંક દ્વારા ઓનલાઇન જ કરી શકાશે. તેમ જણાવ્યું હતું. બીજી તરફ તેઓએ કોઇને પણ ઓટીપી કે પાસવર્ડ આપ્યો નહોવા છતાં પણ ફ્લીપકાર્ડ ઇન્ટરનેટમાં રૂ.12,048 રૂપિયાનું અને ડ્રીમલેન્ડ ટેકનોલોજીમાં 32,489 રૂપિયાના એમ કુલ રૂ.44,537ના બે ઓનલાઇન ટ્રાન્જેકશન થયાના મેસેજ આવ્યાં હતાં. જેથી તેમણે તંરુત સાયબર સેલના હેલ્પ લાઇન નંબર પર ફરિયાદ આપી હતી. જેના પગલે આણંદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.