No results found

    5 કર્મચારીને વધારાનો ચાર્જ સોંપાયો; એક એક કર્મચારી પાસે ત્રણ ત્રણ વિભાગના ચાર્જ | 5 employees assigned additional charge; One employee has three charge of three departments | Times Of Ahmedabad

    ડીસાએક કલાક પહેલા

    ડીસા નગરપાલિકામાં કર્મચારીઓની ઘટના કારણે કર્મચારીઓને પોતાના ચાર્જ સિવાયના વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે. જેથી નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી નવી ભરતી ન થતાં હવે એક એક કર્મચારી ત્રણ ત્રણ વિભાગનો ચાર્જ એક સાથે સંભાળી રહ્યા છે.

    ડીસા નગરપાલિકામાં સતત કર્મચારીઓ નિવૃત થવાના કારણે કર્મચારીઓની ઘટ વર્તાઈ રહી છે. ત્યારે કર્મચારીઓને વધારાના ચાર્જ આપીને કામ લેવામાં આવી રહ્યું છે. હાલમાં નગરપાલિકાના પાંચ કર્મચારીઓને વધારાના ચાર્જ આપીને કામ લેવામાં આવી રહ્યું છે. કેટલાક કર્મચારીઓને પોતાના ચાર્જ સિવાય વધું બબ્બે ચાર્જ આપવામાં આવી રહ્યા છે. જેના કારણે કર્મચારીઓ પર ભારણ વધ્યું છે.

    નગરપાલિકાના કર્મચારી અશ્વિન ઠક્કર પાસે હાલ ઓફિસ સુપ્રીન્ટેન્ડેન્ટ છે. તેમને વધારાનો ઘરવેરા શાખાનો ચાર્જ સોંપાયો છે. આર.એમ. કોટક પાસે હિસાબી અને લીગલ સોપ હતો. તેમને વધારાનો બાંધકામ ક્લાર્કનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. હસમુખ પુરોહિત પાસે સ્ટોર ક્લાર્ક તરીકેની જવાબદારી હતી. જે લઈને લાઈટ શાખા અને શિક્ષણ શાખાના ક્લાર્ક તરીકે જવાબદારી આપી છે. તો સલીમ શેખ પાસેથી સેનિટેશન લઈને સ્ટોર ક્લાર્ક, તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. રમેશ ત્રિવેદીને કેશીયરની સાથે રેન્ટ શાખાનો ચાર્જ વધારાનો સોંપવામાં આવ્યો છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال