No results found

    નર્મદાની 50થી વધુ મહિલાઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો; જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજન કરાયું | More than 50 women from Narmada participated in various sports; Organized by the office of District Sports Development Officer | Times Of Ahmedabad

    નર્મદા (રાજપીપળા)36 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ”, G-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત ચાલુ વર્ષે દરમિયાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સિનિયર સિટીઝન મહિલાઓની એથ્લેટીક્સ, યોગાસન, ચેસ અને રસ્સાખેંચની સ્પર્ધાઓનું જિલ્લા રમત સંકુલ અને છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50થી વધુ સિનિયર સિટીઝન મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

    આ સ્પર્ધાઓમાં એથ્લેટીક્સ દોડમાં 100 મી, 200 મી, 400 મી, 800 મી, 1500 મી અને 3 કિમી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિજેતાઓને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર સ્પર્ધાનું આયોજન જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.

    જ્યારે ડીએલએસએસ(ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ) અને સ્કૂલના કોચિસ અને ટ્રેનર્સ દ્વારા આયોજનને સફળ બનાવવામાં આવ્યું હતું. આગામી સમયમાં પણ અવાર-નવાર આવી સ્પર્ધાઓ યોજાનાર હોવાથી ભવિષ્યમાં યોજાનાર સ્પર્ધાઓમાં વડીલોને મોટી સંખ્યામાં સહભાગી બનવા જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી હતી.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال