પ્રેમ લગ્ન કરનાર યુવાનને યુવતીના સગા-સંબંધીઓ સહીત 6 ઈસમોએ માર મારી ધમકી આપી, પોલીસ ફરિયાદ કરી છતાં કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપ | 6 people including the girl's relatives threatened to beat up the young man who entered into a love marriage, alleged that the police did not take action despite a complaint | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • 6 People Including The Girl’s Relatives Threatened To Beat Up The Young Man Who Entered Into A Love Marriage, Alleged That The Police Did Not Take Action Despite A Complaint

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનને યુવતીના સગા સંબંધીઓ સહીત 6 ઈસમોએ માર મારી ધમકી આપી હતી. આ મામલે પોલીસ ફરીયાદ કરવામાં આવી છે. જોકે, પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હાવના આક્ષેપ સાથે યુવાનના પરિવારજનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું છે.

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામના દિનેશ ભીખા વસાવા અને તેના પરિવારજનો સહીત સમાજના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યાં અનુસાર અનીલ વસાવાએ ગામમાં રહેતા પુષ્પકસિંહ હિંમતસિંહ રાઠોડની પુત્રી સાથે પ્રેમ સંબંધ હોવાથી હિંદુ શાસ્ત્ર મુજબ લગ્ન કર્યા છે બંને યુવાન-યુવતી અલગ અલગ જ્ઞાતિના હોવાથી યુવતીના પરિવારજનોને આ પ્રેમ લગ્ન વિરુદ્ધ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

આ મામલે ગામના વિશાલ વસાવા ઉપર શંકાના આધારે હુમલો કરી માર માર્યો હોવાથી મનીષ દિલીપસિંહ રાઠોડ, રઘુ ભગવાનસિંહ રાઠોડ સહીત 6 ઈસમો સામે સી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવા છતાં તેઓ સામે કોઈપણ જાતની કાર્યવાહી નહીં કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે આ મામલે તમામ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે…