No results found

    અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સુરતના જ્વેલર્સે ચાંદીના રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી, કિંમત 70,000થી લઈને 5.45 લાખ સુધી | While the Ram temple in Ayodhya is under construction, jewelers in Surat make silver Ram temple replicas, priced from Rs 70,000 to Rs 5.45 lakh. | Times Of Ahmedabad

    • Gujarati News
    • Local
    • Gujarat
    • Surat
    • While The Ram Temple In Ayodhya Is Under Construction, Jewelers In Surat Make Silver Ram Temple Replicas, Priced From Rs 70,000 To Rs 5.45 Lakh.

    સુરત6 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    અયોધ્યાની પ્રતિકૃતિ સુરતના જ્વેલર્સે ચાંદીમાં બનાવ્યું રામ મંદિર - Divya Bhaskar

    અયોધ્યાની પ્રતિકૃતિ સુરતના જ્વેલર્સે ચાંદીમાં બનાવ્યું રામ મંદિર

    રામને હિન્દુ ધર્મમાં રાજ્ય દેવ તરીકે પૂજવામાં આવે છે. ભગવાન શ્રીરામ પ્રત્યે લોકોની અતૂટ આસ્થા જોડાયેલી છે. ઘણા વર્ષોમાં કાયદાકીય ગુચમાં ફસાયેલું રામ મંદિર આખરે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સુરતના જ્વેલર્સ છે. રામ મંદિરના નિર્માણની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

    સુરતમાં બનાવાયું ચાંદીનું રામ મંદિર

    સુરતના જાણીતા જ્વેલર્સ દ્વારા રામ મંદિર બનાવવાનું નક્કી કર્યું હતું. જ્વેલર્સ દ્વારા રામ મંદિરની અલગ અલગ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. ચાંદીનો ઉપયોગ કરીને અલગ અલગ કદમાં રામ મંદિર બનાવવામાં આવ્યું છે. લોકોમાં રામ મંદિરને લઈને ખૂબ જ આસ્થા હોવાથી જ્વેલર્સ દ્વારા ચાંદીનો ઉપયોગ કરીને રામ મંદિર બનાવવામાં આવ્યો છે.

    નકાશી કરનારા કારીગરોનો ઉપયોગ

    જ્વેલર્સના શોરૂમ ના માલિક દ્વારા જે રામ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે તેના માટે પોતાના કારીગરોને તો લગાવ્યા હતા પરંતુ સાથે સાથે નાકાશી કરવા માટેના જે ખૂબ જ કુશળકારાગીર હોય છે તેવા કારીગરોને પણ આ મંદિર બનાવવા માટે વિશેષ બોલાવવામાં આવ્યા હતા. ચાંદીના આરામ મંદિરમાં નકશી નું કામ એટલું કરવામાં આવ્યું છે કે જે રામ મંદિરની ડિઝાઇન બનાવવામાં આવી છે એ જ પ્રકારની પ્રતિકૃતિ નાકાશી ના કુશળ કારીગરો દ્વારા ચાંદીના રામ મંદિરમાં બનાવવામાં આવી છે.

    રામ મંદિરે ગ્રાહકોનું ધ્યાન આકર્ષણ

    જ્વેલરી શોરૂમ ના ગ્રાહક પરિધિ જ્વેલરી ખરીદવા માટે આવી હતી તેણે જણાવ્યું કે શોરૂમમાં જ્યારે ખરીદી કરવા આવી ત્યારે મારી નજર રામમંદિર ઉપર ગઈ હતી. હું જ્વેલરી લેવા આવી હતી પરંતુ પોતાને રોકી શકી નહીં અને આખરે મારી ઉત્સુકતા હતી કે આ રામ મંદિર કેવી રીતે બનાવ્યું છે. આખે આખુ રામ મંદિર ચાંદીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે જે ખરેખર ખૂબ જ સુંદર દેખાય છે. કારીગરોએ ખૂબ સારી રીતે આ ચાંદીનો રામ મંદિર તૈયાર કર્યું હોય એવું પહેલી દ્રષ્ટિએ જોતા જ લાગે છે. ભગવાન રામ પ્રત્યેની આપણી ખૂબ જ આસ્થા છે અને અયોધ્યામાં પણ રામ મંદિર બની રહ્યું છે ત્યારે આ પ્રતિકૃતિ જોઈને મને ખરેખર ખૂબ જ આનંદ થયો.

    70,000 થી લઈને 5.45 લાખ સુધીનું મંદિર

    ડી ખુશાલદાસના જ્વેલર્સ દીપ ચોકસીએ જણાવ્યું કે રામ મંદિરના નિર્માણ માટે લોકો ચાંદીનો દાન ખૂબ જ મોટા પ્રમાણમાં આપ્યું હતું. મને એવું હતું કે લોકોને આ મંદિર ચાંદીમાં પણ જોવાનું ગમશે પરંતુ આટલું મોટું મંદિર બનાવો થોડું મુશ્કેલ હતું પરંતુ અમે લોકોની આસ્થાને ધ્યાનમાં રાખીને આ રામ મંદિર બનાવ્યું છે સૌપ્રથમ અમે લાકડામાં આરામ મંદિર તૈયાર કર્યો હતો ત્યારબાદ વારંવાર તેમાં સુધારો કરીને આખરે એક ડિઝાઇન અમે ફાઇનલ કરી જે આબેહુબ મંદિર જેવી જ છે. રામ મંદિર 600 ગ્રામથી લઈને 3.5 કિલો સુધીનું છે. 600 ગ્રામ ચાંદીના રામ મંદિર ની કિંમત 70 હજાર રૂપિયા જેટલી છે અને સાડા ત્રણ કિલો ચાંદીના મંદિરની કિંમત 5.45 લાખ જેટલી છે. કુશળ કારીગરો દ્વારા એના ઉપર નકાશી કામ કરવામાં આવ્યું છે જે પણ તેને જોવા આવે છે તે ખુશ થઈ જાય છે કારણ કે ખૂબ જ સુંદર રીતે આ રામ મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરની અંદર જે સ્તંભ છે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને કુશળ કારીગરોની મદદ લેવામાં આવી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال