No results found

    ડીસામાં એલીવેટેડ બ્રિજ પર આમ આદમી પાર્ટીએ 'મોદી હટાવો દેશ બચાવો'ના પોસ્ટર લગાવ્યા; AAPનો ભાજપ સામે વિરોધ | Posters reading 'Modi Khatho Desh Bachao' were found on an elevated bridge in Disa; On being informed, some men removed the posters | Times Of Ahmedabad

    ડીસા4 કલાક પહેલા

    • કૉપી લિંક

    દેશભરમાં 11 ભાષાઓમાં ‘મોદી હટાઓ, દેશ બચાવો’ના લગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધી પોસ્ટર લાગ્યા હતા. જ્યાં વહેલી સવારે મોદી વિરોધી પોસ્ટર લાગ્યા હોવાની જાણ થતાં જ કેટલાક માણસોએ આ પોસ્ટર હટાવી દીધા હતા.

    ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધી પોસ્ટર લાગ્યા હતા. રાત્રિના સમયે આમ આદમી પાર્ટીના માણસોએ એલીવેટેડ બ્રિજ પર મોદી હટાવો દેશ બચાવોના લખાણવાળા પોસ્ટર લગાવ્યા હતા. એલિવેટેડ બ્રિજ પર અલગ અલગ જગ્યાએ અંદાજિત 10થી પણ વધુ મોદી વિરોધી પોસ્ટર લગાવ્યા હતા. વહેલી સવારે જાણ થતાં જ કેટલાક માણસોએ પહોંચી તાબડતોબ આ પોસ્ટર હટાવી દીધા હતા.

    જેમાં ગાયત્રી મંદિર, જલારામ મંદિર, એરપોર્ટ ચાર રસ્તા અને માર્કેટયાર્ડ ત્રણ રસ્તા સહિત અલગ અલગ જગ્યાએ મોદી હટાવો દેશ બચાવોના પોસ્ટર લાગ્યા હતા. પોસ્ટર લાગ્યા હોવાની માહિતી મળતા જ કેટલાક લોકો ત્યાં પહોંચ્યા હતા અને તમામ પોસ્ટર હટાવી લીધા હતા.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال