Wednesday, March 22, 2023

​​​​​​​જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ટેન્કર અને રોંગ સાઈડમાં ઉભેલા ટ્રક વચ્ચે અકસ્માત, ચાલક કેબીનમાં ફસાતા પતરા કાપીને બહાર કઢાયો | Accident between tanker and truck parked on wrong side on Jamnagar-Rajkot highway, driver cut paper stuck in cabin and pulled out | Times Of Ahmedabad

જામનગર24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર સોયલ ટોલનાકા પાસે ફર્નેસ ઓઇલ ભરેલા ટેન્કર અને રોંગ સાઈડમાં ઉભેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ટેન્કરનો ચાલક કેબીનમાં ફસાયો હતો. જેના બંને પગને પતરા કાપીને બહાર કાઢ્યો હતો, અને સારવાર માટે જીજી હોસ્પિટલમાં પહોંચાડચો છે. ધ્રોલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર સોયલ ટોલનાકા પાસે ગઈ રાત્રિના અરસામાં વાડીનાર તરફથી રાજસ્થાન જઈ રહેલું જીજે 26 જી.બી.0274 નંબરનું ટેન્કર કે જે સામેથી રોંગ સાઇડમાં આવીને ઊભેલા જીજે 10 વી.3929 નંબરના ટ્રક સાથે ધડાકા અથડાઈ પડતાં અસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બંને વાહનોની ખોડી એકબીજાના અંદર ઘૂસી ગઈ હતી, અને ટેન્કરનો ચાલક તેમાં ફસાયો હતો. જેના બે પગ અંદર ફસાઈ ગયા હોવાથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું, જેથી સૌપ્રથમ 108 ની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી, જ્યારે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડીને પણ સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી. જેઓએ પતરા વગેરે કાપીને ઇજાગ્રસ્ત ડ્રાઇવર છોટુભાઈ ફુલસંગ ઉ.35 વર્ષને તેમાંથી બહાર ખેંચી લીધો હતો, અને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો છે.

આ અકસ્માતના બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: