ડાંગ (આહવા)44 મિનિટ પહેલા
ડાંગ જિલ્લાના આહવા મથકથી અમદાવાદ જઈ રહેલ બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું. જયારે અન્ય વ્યક્તિ ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી અમદાવાદ તરફ જતી બસના ડ્રાઈવર દ્વારા ગફલત ભરી રીતથી બસ હંકારતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેથી કાકરદા ગામ નજીક બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતના બનાવમાં પાઢરમાળ ગામના પરિમલ પવારનું કરુણ મોત નીપજ્યું હતુ. જયારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થતા તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ સમગ્ર બનાવ અંગે પાઠરમાળ ગામના જાગૃત નાગરિકે વઘઈ પોલીસ સ્ટેશનમાં બસ ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. વઘઈ પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.


અન્ય સમાચારો પણ છે…