વાલિયાના ડહેલી ગામે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો; દારૂ મોકલનારને વોન્ટેડ જાહેર કર્યો | An accused was caught with a quantity of foreign liquor from a car at Deheli village in Valia; Liquor shipper declared wanted | Times Of Ahmedabad

અંકલેશ્વરએક કલાક પહેલા

  • કૉપી લિંક

વાલિયા તાલુકાના ડહેલી ગામેથી પોલીસે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે કાર ચાલકની ધરપકડ કરી એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો. તેમજ વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂ. 4 લાખ 3 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

કારમાં દારૂ આવવાની પોલીસને માહિતી મળી હતી
વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ડહેલી ગામનો હરેશ રાજુ વસાવા પોતાની આઈ ટ્વેન્ટી કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વાડી તરફથી ડહેલી ગામે પોતાના ઘરે આવનાર હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે તેના ઘર આસપાસ વોચ ગોઠવી કાર આવતા તેને રોકી અંદર તલાસી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે કાર ચાલક હરેશ વસાવાની ધરપકડ કરી રૂ. 28,800નો વિદેશી દારૂ અને 3 લાખ 75 હજારની કાર મળી કુલ રૂ. 4 લાખ 3 હજાર 800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગુનો નોંધી વિદેશી દારૂનો જથ્થો આપનાર સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામના મુન્ના વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post