- Gujarati News
- Local
- Gujarat
- Mehsana
- Kadi
- After Surveying The Loss Caused To The Farmers Due To Unseasonal Rain In Kadi And Demanding Compensation, The Kisan Sangh Submitted A Petition To The Mamlatdar.
કડીએક કલાક પહેલા
- કૉપી લિંક

રાજ્યના હવામાન વિભાગની આગાહીના પગલે શુક્રવાર તેમજ શનિવારે સાંજના સમય વાવાઝોડા, વંટોળ તેમજ ગાજવીક સાથે વરસાદ પંથકમાં ખાબક્યો હતો. કડાકા અને ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને ફાગણ મહિનામાં જાણે અષાઢ મહિનો બેસી ગયો હોય તેવું વાતાવરણ થઈ ગયું હતું. બે દિવસ કડી પંથકમાં કમોસમી વરસાદ થતાં ખેતી પાકોને નુકસાનને પગલે પંથકના ખેડૂતોને હાલત કફોડી બની ગઈ હતી.

કડી પંથકમાં શુક્રવાર અને શનિવારે સાંજના સમયે ધડાકા ભડાકા સાથે ગાજવી સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોના પાકને પારાવાર નુકસાન થયું હતું. જેને પગલે કડી ભારતીય કિસાન સંઘ દ્વારા સોમવારે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

કડી ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી માંગણી ઉચ્ચારી હતી કે, કડી તાલુકા તેમજ શહેરની અંદર છેલ્લા બે દિવસની અંદર વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેડૂતોને કપાસ એરંડા, જીરું, ઘઉં, વરીયાળી જેવા પાકોમાં પુષ્કળ નુકસાન થયેલ છે. પંથકના ખેડૂતોની હાલત ખૂબ જ દયાજનક બનેલ છે. ખેડૂતોની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી તાત્કાલિક ખેડૂતોના ખેતરમાં સર્વે કરાવી યોગ્ય વળતર આપવા કિસાન માગણી ઉચ્ચારી હતી.


