Friday, March 17, 2023

બંને મહિલાઓને હોમ આઈસોલેશનમાં ખસેડાઈ; ગુજરાતમાં કોરોના કેસ વધતા લોકોમાં ચિંતા વધી | Both women shifted to home isolation; With the increase in corona cases in Gujarat, people are worried | Times Of Ahmedabad

ડીસાએક કલાક પહેલા

ગુજરાતમાં કોરોના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પણ ઘણા લાંબા સમય બાદ બે કેસ નોંધાયા છે. ડીસા શહેર અને તાલુકાના વરનોડા ગામે બે મહિલાઓ કોરોનાની ઝપેટમાં આવી જતા બંનેને હાલ હોમ આઈસોલેશન કરવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોવિડ-19 મહામારીને ત્રણ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. ભારતમાં કોરોના મહામારીના કારણે લોકડાઉનને ત્રણ વર્ષ પૂરા થવા આવ્યા છે. ત્યારે ફરીથી કોરોના મહામારીએ પોતાનું માથું ઊચક્યું છે. જેમાં ગુજરાતમાં કોરોનાના કેસો એક્ટિવ થયા છે. બનાસકાંઠામાં પણ ડીસા શહેર અને ડીસા તાલુકાના વરનોડા ગામે 30 વર્ષ અને 65 વર્ષની એમ બે મહિલાઓ કોરોનાની ઝપેટમાં આવી છે.

બંને મહિલાઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હોવાનું આરોગ્ય વિભાગના ધ્યાને આવતા તેમની સારવાર બાદ તેમને તુરંત હોમ આઈસોલેશન કરવામાં આવ્યા છે. ઘણા લાંબા સમય બાદ કોરોનાના કેસો એક્ટિવ થતા આરોગ્ય વિભાગ પણ સક્રિય થયું છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે વધુને વધુ ટેસ્ટ કરી કોરોનાના દર્દીઓનું ડિટેક્શન શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: