No results found

    થરાદ નજીક ભાપી પુલ પાસે મહિલા અને ચાર વર્ષના બાળકની લાશ મળી, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી | Dead bodies of a woman and a four-year-old child were found near Bhapi bridge near Tharad, police reached the spot and conducted an investigation | Times Of Ahmedabad

    • Gujarati News
    • Local
    • Gujarat
    • Banaskantha
    • Dead Bodies Of A Woman And A Four year old Child Were Found Near Bhapi Bridge Near Tharad, Police Reached The Spot And Conducted An Investigation

    બનાસકાંઠા (પાલનપુર)14 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    થરાદ પાસે કેનાલમાં પુત્ર સાથે માતાએ ઝંપલાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સ્થાનિક તરવૈયાઓને જાણ કરાતા તરવૈયાઓએ કલાકોની શોધખોળ બાદ માતા-પુત્રની લાશને બહાર કાઢી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.

    બનાસકાંઠા જિલ્લાના થરાદ નજીક ભાપી પુલ પાસે એક મહિલાએ તેના ચાર વર્ષના પુત્ર સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. ગઈકાલે સાંજે પસાર થતા લોકોને કેનાલની બાજુમાં પડેલા ચંપલ જોઈ શંકા ગઈ હતી અને આજુબાજુના લોકો અને સ્થાનિક તંત્રને જાણ કરી હતી. ઘટનાને પગલે સ્થાનિક તરવૈયાઓ અને ફાયર ફાઈટરની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી. ત્યારે આજે માતા અને પુત્રની લાશને બહાર કાઢવામાં આવી હતી. આ સમગ્ર મામલે થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال