Monday, March 20, 2023

મજૂરી કામ કરતા ઘવાયેલા યુવાનનું મોત; બે સ્થળથી કોપર વાયરની ચોરી; દારૂના જથ્થા સાથે ભાતેલનો યુવાન ઝડપાયો | Death of a young man injured while working as a laborer; theft of copper wire from two places; Bhatel youth arrested with quantity of liquor | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Death Of A Young Man Injured While Working As A Laborer; Theft Of Copper Wire From Two Places; Bhatel Youth Arrested With Quantity Of Liquor

દ્વારકા ખંભાળિયા6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મજૂરી કામ કરતા ઘવાયેલા યુવાનનું મૃત્યુ…
મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના કુકશી તાલુકામાં રહેતા શ્રવણ શિંગાડ નામના 29 વર્ષના યુવાન ગત તારીખ 26 ફેબ્રુઆરીના રોજ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે માધવ ટ્રેડિંગ નામની પેઢીમાં સેન્ટીંગનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન લોખંડની જાળી પડતા તેમને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ સતાપર ગામના રાજુ પોસ્તરીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.

બે સ્થળોએથી કોપર વાયરની ચોરી…
ખંભાળિયાથી આશરે 30 કિલોમીટર દૂર જે.પી. દેવળીયા ગામની સીમમાં રહેલા વિંડ વર્લ્ડ કંપનીની પવનચક્કી નજીકના ખુલ્લા ભાગમાં રહેલા ટ્રાન્સફોર્મરમાં ફીટ કરવામાં આવેલા આશરે 40 મીટર જેટલા અર્થિંગ કોપર વાયરની ગત તારીખ 1 માર્ચના રોજ ચોરી થયાનો બનાવ બનવા પામ્યો છે. આ પ્રકરણમાં રૂપિયા 24 હજારના કોપર વાયરની ચોરી થવા સબબ લાલપુર તાલુકાના ગોવાણા ગામના કરસન પાથરની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ધોરણસર ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં દ્વારકા તાલુકાના વાંછું ગામથી ગોરિંજા ગામ સુધીના વિસ્તારમાં આવેલી વિન વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડ પવનચક્કીની કંપનીના અલગ અલગ ટાવરમાં આવેલા ટ્રાન્સફોર્મરમાંથી તારીખ 25 ફેબ્રુઆરીથી તારીખ 17 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન અજાણ્યા તસ્કરોએ કટીંગ કરી, કુલ 312 મીટર અર્થીંગ દીધેલો કોપર વાયર ચોરી કરીને લઈ ગયાનું ખુલવા પામ્યું છે.

આથી રૂ. 93,600ની કિંમતના કોપર વાયરની ચોરી કરવા સબબ ધીરાભા માણેકની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે આઈ.પી.સી. કલમ 379 મુજબ ગુનો નોંધી, તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

દારૂના જથ્થા સાથે ભાતેલનો યુવાન ઝડપાયો…
ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા જયવંતસિંહ જાડેજા નામના 35 વર્ષના શખ્સને પોલીસે રૂપિયા 14,000ની કિંમતની 35 બોટલ વિદેશી દારૂ તથા રૂપિયા 5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 19 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

બોળકી ગામનો યુવાન હથિયાર સાથે ઝડપાયો… ભાણવડ તાલુકાના બોળકી ગામે રહેતા રાજુ ખીંટ નામના 38 વર્ષના શખ્સને એસ.ઓ.જી. પોલીસે પાસ પરવાના વગરની દેશી બનાવટના અગ્નિશાસ્ત્ર સાથે ઝડપી લઇ, તેની સામે હથિયાર ધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: