માણાવદરના ધારાસભ્યના ગામમાં જ પીવાના પાણીની સમસ્યા, ગામનો ચેકડેમ છલોછલ પણ પાણી પીવાલાયક નથી | Drinking water problem in MLA's village of Manavdar, the check dam of the village has burst but the water is not potable. | Times Of Ahmedabad

જુનાગઢએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • પીવાલાયક પાણી માટે લોકોએ જવું પડે છે 7 કિલોમીટર દૂર
  • સરકાર સૌની યોજનાથી ડેમ અને ચેકડેમ ભરે તેવી ધારાસભ્ય અરવિંદ લાડાણીની માગ

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોડવાવ ગામના લોકો એક વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગામની આસપાસ નદી અને ચેકડેમમાં ભરપૂર પાણી હોવા છતા ગામના લોકોએ દૂર દૂર સુધી પાણી લેવા માટે ભટકવું પડી રહ્યું છે અથવા તો પૈસા ચૂકવીને પાણી લેવું પડે છે. આ સમસ્યા પાછળનું કારણ છે, ગામમાં રહેલા પાણીના સ્ત્રોતનું પાણી પીવાલાયક નથી. ભુગર્ભ જળના તળમાં ખારાશ ભળી ગઈ હોવાના કારણે TDSનું પ્રમાણ 1900 સુધી પહોંચી ચૂક્યું છે.

ધારાસભ્ય અરવિંદ લાડાણીનું ગામ છે કોડવાવ
માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીના ગામ કોડવાવની વસતી 2000 આસપાસ છે. માણાવદરથી 14 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં ચેકડેમ છલોછલ છે. જ્યારે નદીમાં પણ પાણી છે. ભૂગર્ભ જળમાં પણ પાણી ઉપલબ્ધ છે. પરંતુ, આ પાણીમાં TDSનું પ્રમાણ વધુ હોવાના કારણે લોકો પીવા માટે ઉપયોગ કરી શકતા નથી. ગામલોકોની હાલત એવી છે કે, ચોમાસા દરમિયાન તેઓના ગામની ચારેકોર પાણી પાણી હોય છે. પણ આ પાણીનો તે પીવા માટે ઉપયોગ કરી શકતા નથી.

7 કિમી દૂર અથવા પૈસા ચૂકવી લાવવું પડે છે પીવાનું પાણી
કોડવાવ ગામના મોટાભાગના લોકો મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ પીવાનું પાણી મેળવવા માટે 7 કિમી દૂર બાંટવા જવું પડે છે અથવા તો ફિલ્ટર પ્લાન્ટમાંથી પૈસા ચૂકવીને પીવાનું પાણી લાવવું પડી રહ્યું છે.

શું કહી રહ્યા છે ધારાસભ્ય?
માણાવદરના કૉંગ્રેસી ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કહ્યું હતું કે, અમારા ગામમાં પાણીના તળ બગડી ચૂક્યા છે.જમીનમાં ખારાશ ભળી ગઈ છે. જેના કારણે નદી અને ચેકડેમમાં પાણી તો છે પણ તે પીવા માટે ઉપયોગ કરી શકાય તેમ નથી. અમારી રાજ્યસરકારને વિનંતી છે કે, અમારી નદી અને ચેકડેમ છે તેને સૌની યોજનાથી ભરવામાં આવે જેથી ગામલોકોએ પીવાના પાણી માટે જે મુશ્કેલી વેઠવી પડી રહી છે તેમાંથી છુટકારો મળે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post