ફતેપુરાના લખણપુર પાસે ચાલકને ઝોકુ આવતા ટ્રક પલ્ટી ગયો, ઘવાયેલા કલીનરનુ મોત; ચાલક ગંભીર ઈજાગ્રસ્ત | Driver overturns as truck overturns near Lakhanpur in Fatepura, injured cleaner dies; Driver seriously injured | Times Of Ahmedabad

દાહોદ26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આજરોજ સવારના પાંચેક વાગ્યાના અરસામાં લખણપુર ગામે રાજસ્થાનના બાસવાડાથી સિમેન્ટ ભરી ગુજરાત તરફ આવતી એક ટ્રક પલટી મારતા અકસ્માત થયો હતો.જેમાં ટ્રકના કલિનરનું મોત નીપજ્યુ હતુ.જ્યારે ચાલકને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક દાહોદ દવાખાને લઈ જવાયો હતો.

માથામાં ગંભીર ઈજાઓ થતા મોત નીપજયુ
આજરોજ સવારના બાસવાડાથી સિમેન્ટ ભરી ટ્રક ગુજરાત તરફ આવી રહી હતી. તેવા સમયે સવારના પાંચેક વાગ્યાના અરસામાં લખનપુર ગામે ટેકરી પાસે ડ્રાઇવરને ઝોકુ આવી જતા ટ્રક ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રકના કલીનર ચરપોટા સુરેશભાઈ ભાલીયાભાઈને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળેજ તેનું મોત નીપજ્યુ હતુ. જ્યારે આ ટ્રકના ડ્રાઇવર પવનલાલ ને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક દાહોદ દવાખાનામાં સારવાર માટે મોકલવામાં આવ્યો હતો.

સુખસર પોલીસ તાત્કાલિક પહોંચી
અકસ્માત સંદર્ભે સુખસર પોલીસને જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઈ મૃતક કંડકટર સુરેશભાઈ ચારપોટાની લાશનો કબજાે મેળવી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી.જ્યારે મૃતકના પરિવારજનો પણ સુખસર પોલીસ સ્ટેશનમાં આવી પહોંચ્યા હતા.પોલીસે આ અકસ્માત સંદર્ભે ચાલકની સામે ગુનો દાખલ કરી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post