No results found

    સસરાએ પતિને દારૂ છોડાવવા બાધા રાખવા કહેતા લાગી આવ્યું, પ્લાસ્ટિકની દોરીથી ગળાફાંસો ખાધો | The father-in-law started asking the husband to restrain him from giving up alcohol, and hanged him with a plastic cord | Times Of Ahmedabad

    અમદાવાદએક કલાક પહેલા

    • કૉપી લિંક

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેટર અરવિંદ પરમારના પુત્રવધુ પિયરમાં પતિના ત્રાસથી આપઘાત કર્યો છે.કોર્પોરેટર સસરાએ પુત્રવધૂને પુત્રની દારૂની પીવાની આદત છોડાવવા બાધા રાખવાનું કહેતા પુત્રવધૂને લાગી આવ્યું અને પિતાના ઘરે બપોરના સમયે પ્લાસ્ટિકની દોરી બાંધી પંખે લટકી આપઘાત કરી લીધો છે જે મામલે સરખેજ પોલીસે કોર્પોરેટરના પુત્ર વિરુદ્ધમાં ફરિયાદ નોંધી ધરપકડ કરી છે.

    ફતેવાડીમાં રહેતા શૈલેષ પરમારની 24 વર્ષની દીકરી જાનવીના 30 જાન્યુરીએ 2023ના રોજ જોધપુર વોર્ડના કોર્પોરેટર અરવિંદ પરમારના દીકરા જય પરમાર સાથે કરાવ્યા હતા.પરિવાર વેજલપુરમાં રહેતો હતો.જય BAMS ડોકટર તરીકે સાણંદ અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી કરે છે.જયને દારૂ પીવાની આદત હતી જેને લઈને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝગડા થાય છે.આ ઝગડાને લઈને જાનવી પિયરમાં પણ જતી રહી હતી.

    18 માર્ચે જાનવી તેના પિયર ફતેવાડીમાં જતી રહી હતી.જનવીને તેના પિતાને કહ્યું હતું કે જયને દારૂ પીવાની આદત છે અને નાની નાની વાતમાં ઝગડા કરે છે જેથી પિતાએ દીકરી જાનવીને સમજાવી હતી.18 માર્ચે જયે જાનવીને ફોન કર્યો હતો જે દરમિયાન ઝગડો થયો હતો જે વાત પણ જાનવીએ તેના પિતાને કરી હતી જોકે પિતાએ ફરીથી જાનવીને સમજાવી હતી.22 માર્ચે જય જાનવીને ઘરે ગયો હતો.ત્યાંથી બંને સાળંગપુર ગયા હતા.સાળંગપુરથી રાતે મોડા અવિજે જયે જાનવીને તેના ઘરે ઉતારી હતી અને તેના ઘરે જતો રહ્યો હતો.

    બીજા દિવસે જાનવીએ તેના પિતાને જણાવ્યું હતું કે સાળંગપુર ગયા ત્યારે તેના સસરા અરવિંદભાઈનો ફોન આવ્યો હતો જેમાં તેમણે જાનવીને કહ્યું હતું કે જય દારૂ બહુ પીવે છે તો તેને બાધા લેવડાવજો.આ બાબતે જાનવીને ખોટું લાગ્યું હતું.તેના સસરા દીકરાને દારૂ પીવાનું બંધ કરવા કહી શકતા નથી.સાળંગપુરથી આવતા જય અને જાનવી વચ્ચે ઝગડો થયો હતો.જોકે અરવિંદભાઈએ ફરીથી દીકરી જાનવીને સમજાવી હતી.

    ગઈકાલે અરવિંદભાઈ પત્ની સાથે દર્શન કરવા ગયા હતા ત્યારે જાનવીએ રૂમ બંધ કરીને હુક સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.ઘરમાં અરવિંદભાઈનો દીકરો હાજર હોવાથી જાનવીને નીચે ઉતારીને 108 બોલાવી હતી જોકે 108ના ડોક્ટરે જાનવીને મૃત જાહેર કરી હતી.પતિ દારૂ પીવાની બાબતમાં ઝગડો કરતો હોવાથી જાનવીને આત્મહત્યા કરતા પિતા જાનવીને પતિ જય વિરુદ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરવા દુષપ્રેરીત કરવાનો ગુનો નોંધીને ધરપકડ કરી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال