સુરત38 મિનિટ પહેલા
- કૉપી લિંક

મહિલા રેસિડેન્ટ ડોક્ટરે આપઘાતનો પ્રયાસ કરતા સિવિલમાં ચકચાર મચી ગઈ હતી.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. 26 વર્ષીય મહિલા તબીબે દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. માનસિક તનાવવામાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ ઘટનાને લઇ સિવિલ હોસ્પિટલમાં ચકચાર મચી ગઈ છે.
માનસિક તણાવવામાં આપઘાત કર્યાનું અનુમાન
મૂળ બનાસકાંઠાના વતની સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસીડેન્ટ તબીબી તરીકે ફરજ બજાવતા આજરોજ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ સારવાર માટે ICUમાં ખસેડવામાં આવી છે. મહિલા તબિયત ઘણા સમયથી માનસિક તણાવમાં હોય એ પ્રકારની વાતો સામે આવી રહી છે. દવા પીને આપઘાત કરતા સ્થિતિ ગંભીર થઈ હતી.
પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાને લઈ રેસીડેન્સ ડોક્ટરોમાં ભાગદોડ મચી ગઈ હતી.તાત્કાલિક સારવાર માટે મહિલા તબીબી ગંભીર હોસ્પિટલમાં ખસેડાઈ હતી. મહિલા તબીબ માનસિક તણાવમાં રહેતી હતી.માનસિક તણાવમાં દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ તો મહિલા તબીબને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલના ICUમાં ખસેડાઈ છે. મહિલા તબીબના આપઘાતના પ્રયાસથી હોસ્પિટલમાં ચકચાર મચી ગઈ છે. મહિલા તબીબે કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો છે. પોલીસ તપાસ બાદ બહાર આવશે.