No results found

    એક્સપ્રેસ હાઇવે પર ટ્રકની ટક્કરે વૃધ્ધનું મોત, નરોડા GIDC પાસે બાઇક સ્લીપ થતા એકનું મોત | Old man dies after being hit by truck on express highway, one dies after his bike slips near Naroda GIDC | Times Of Ahmedabad

    અમદાવાદએક કલાક પહેલા

    • કૉપી લિંક

    શહેરના પૂર્વ વિસ્તારમાં 24 કલાકમાં અકસ્માતથી બે વ્યક્તિના મોત નીપજ્યા છે. જેમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રકચાલકે ગાડીને ટક્કર મારતા વૃધ્ધનું મોત અને નરોડા જીઆઇડીસી પાસે બાઇક સ્લીપ ખાઇ જતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બંને બનાવોમાં પોલીસે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.

    બાઈક સ્લીપ થતા ગંભીર ઈજા પહોંચી
    ખંભાતમાં રહેતા પિન્ટુ વાઘેલા મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં ગઇકાલે તે તેમના ભાઇ મયુર સાથે બાઇક લઇને નાના ચિલોડાથી રૂબી-ટી તરફ જઇ રહ્યા હતા. ત્યારે નરોડા જીઆઇડીસી પાસે બ્રેક મારતા બાઇક સ્લીપ ખાઇ ગયું હતું. જેથી મયુર રોડ પર પટકાતા તેને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

    અજાણ્યા ટ્રકચાલકે બાઈકને પાછળથી ટક્કર મારી
    ​​​​​​​
    આંબાવાડીમાં રહેતા દર્શિતભાઇ કંસારા પરિવાર સાથે રહે છે. જેમાં ગત 17 માર્ચે તેમના પિતા ઇશ્વરભાઇ, જીજાજી આશિષભાઇ, ભાણીયો ચિન્મય પરિવાર સાથે વડોદરા પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે રાત્રીના 1 વાગ્યાની આસપાસ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટોલટેક્ષ પાસે અજાણ્યા ટ્રકચાલકે તેમની ગાડીને પાછળથી જોરથી ટક્કર મારતા ગાડી ફંગોળાઇને ડિવાઇડર સાથે ભટકાઇ હતી. જેમાં સવાર તમામ લોકોને ઇજાઓ પહોંચી હતી. જેથી તમામ ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ઇશ્વરભાઇનું મોત નીપજ્યું હતું. આ બંને બનાવોમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال