અંકલેશ્વર38 મિનિટ પહેલા
અંકલેશ્વરના GIDC વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી એક ફોર વ્હીલર કાર ગતરાત્રિના તસ્કરો ચોરી કરીને રવાના થઈ ગયા હતાં. બનાવ અંગે કાર માલિકે GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

19મી માર્ચના રોજ કાર ચોરી થયાની જાણ થઈ હતી
અંકલેશ્વર GIDCમાં કોસમડી ગામમાં ગોલ્ડન ટાવર એપાર્ટમેન્ટ આવેલું છે. જેમાં મનીરૂલ ઈસ્લામ પોતાના પરિવાર સાથે રહે છે. તેમની પાસે તેમના મિત્રની રહેલી એક ફોર વ્હીલર કાર તેઓ છેલ્લા પાંચ વર્ષથી વાપરે છે. મનિરૂલે 16 માર્ચ 2023ના રોજ સાંજના કામ પતાવીને પરત આવી કારને એપાર્ટમેન્ટમાં આગળના ભાગે પાર્ક કરી મુકી હતી. 19 માર્ચ 2023એ બપોરના બે વાગ્યાના અરસામાં યુવકે મમ્મીની દવા લેવા માટે જવાનું હોવાથી કારની ચાવી લઈને કારની જગ્યાએ પહોંચતા તે સ્થળ પર કાર હજાર મળી ન હતી. આસપાસ તપાસ કરતા ત્યાં પણ નહીં મળી આવી હતી.

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી
જેથી કાર ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારે કારના માલિકે અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં રૂ. 1,40,000ની કારની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર ચોરીની સમગ્ર ઘટના ત્યાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
