વડોદરામાં હોસ્પિટલમાં દાખલ પુત્રવધૂ માટે ટિફિન લઇને ગયેલા સાસુ-સસરાના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરાઇ | Gold and silver jewelery and cash stolen from mother-in-law's house after carrying tiffin for hospitalized daughter-in-law in Vadodara | Times Of Ahmedabad
- Gujarati News
- Local
- Gujarat
- Gold And Silver Jewelery And Cash Stolen From Mother in law’s House After Carrying Tiffin For Hospitalized Daughter in law In Vadodara
વડોદરા7 મિનિટ પહેલા
- કૉપી લિંક
છાણી પોલીસ સ્ટેશન.
શહેરના છાણી વિસ્તારમાં શ્રીરામ રેસીડેન્સીમાં રહેતા આધેડ હોસ્પિટલમાં દાખલ પુત્રવધૂનું ટિફિન લઇને ગયા અને તેમના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 1 લાખ 40 હજારના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાઇ છે.
પુત્ર પણ હોસ્પિટલમાં હાજર હતો
વડોદરામાં ગોરવા બ્રિજ પાસે આવેલ ઓમકાર એન્ટરપ્રાઇઝમાં નોકરી કરતા ભાઇલાલભાઇ કરશનભાઇ પરમાર છાણીમાં આવેલ શ્રીરામ રેસીડેન્સીમાં રહે છે. પુત્રવધૂ હિરલ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ હોવાથી તેનો પતિ જીજ્ઞેશ હોસ્પિટલમાં રોકાયો હતો. જેથી સસરા ભાઇલાલભાઇ અને સાસુ દક્ષાબેન પુત્રવધૂ માટે ટિફિન લઇને સયાજી હોસ્પિટલ ગયા હતા.
ઘરનો નકૂચો તૂટેલો હતો
જ્યારે ઘરે પરત આવી ભાઇલાલભાઇએ જોયું તો ઘરના દરવાજાનો નકુચો તૂટેલો હતો અને ઘરમાં સામાન વેરવિખેર હતો. ઘરમાં તપાસ કરતા સોના-ચાંદીના દાગીના, રોકડ અને મોબાઇલ સહિત 1 લાખ 40 હજારનો મુદ્દામાલ ચોરાઇ ગયો હતો.
શું ચોરાયું
- એક તોલાની સોનાની બે વીંટી
- એક તોલાની સોનાની બુટ્ટી નંગ-2
- એક તોલા સોનાના ત્રણ પેન્ડન્ટ
- ચાંદના છડા, લક્કી અને જુડો
- રોકડા 20 હજાર તેમજ મોબાઇલ
Post a Comment