અંકલેશ્વર29 મિનિટ પહેલા
- કૉપી લિંક

અંકલેશ્વરમાં વર્ષોથી વસવાટ કરતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાની શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ હતી. મહારાષ્ટ્રીયન મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે ગુડી બનાવી પૂજા અર્ચના કરી સૌ તંદુરસ્ત રહે પરિવારની મંગલ કામના કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રીયન સમાજમાં ગુડીનું અનેરું મહત્વ રહેલું છે
ચૈત્ર સુદ એકમએ મરાઠી સમાજના નવા વર્ષનો પ્રથમ દિવસ છે. ગુડી ઊભી કરતા પહેલા લાકડીને તેલ લગાવી તેને ચોખ્ખા પાણીથી ધોઇ લેવામાં આવે છે. તેને હળદર- કંકુ ચઢાવી પિત્તળનો કે ચાંદીનો લોટો કડવા લીમડાની ડાળી, હાયડાનું કાપડ, સાડ, ફૂલનો હાર વગેરે સામગ્રી લાકડીના છેડે નાના રંગીન કપડાં ને ફીટ બાંધી તેના પર લોટો ઊંધો મૂકવામાં આવે છે. આ ઊંધા લગાવેલા લોટામાં કડવા લીમડાની ડાળી લગાવી હાયડાનો હાર પહેરાવવામાં આવે છે. જેને ઘરના આગળના ભાગમાં રસ્તા પરથી પણ સરળતાથી જોઇ શકાય તે રીતે ગુડીને બાંધવામાં આવે છે. આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતીકરૂપ ગણવામાં આવે છે. ગુડી ઊભી કર્યા પછી તેના પર હળદર કંકુ ચડાવવામાં આવે છે.

અંકલેશ્વરમાં મહારાષ્ટ્રીયન સમાજે ગુડી પડવાની ઉજવણી કરી હતી
અંકલેશ્વરને કર્મ ભૂમિ તરીકે અપનાવી અંકલેશ્વર વસાહતમાં વસતા મહારાષ્ટ્રીયન સમુદાય દ્વારા ગુડી પડવાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. હિન્દૂ નવ વર્ષ તેમજ મરાઠી સમાજનું નવ વર્ષનો આજથી પ્રારંભ થતા નવા વર્ષની ઉજવણી ધામધૂમ પૂર્વક કરાઈ હતી. અંકલેશ્વરમાં વર્ષોથી વસવાટ કરતા અંદાજે 10 હજારથી વધુ મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા સવારે ઘર આગળ ગુડી બનાવી તેનું વિધિવત ઘરની ગૃહિણીઓએ પૂજન અર્ચન કર્યું હતું. પરિવારની મંગલ કામના સાથે સાથે લોકો તંદુરસ્ત બને તેવી પ્રાર્થના કરી હતી.


