No results found

    વિસાવદર ગામની વાડીના મકાનમાંથી તલના બાચકાની ચોરી કરી હતી; માધુપુર ચોકડી પાસેથી દબોચી લીધો | had stolen sesame seeds from the house of a wadi in Visavadar village; Captured from Madhupur Chowkdi | Times Of Ahmedabad

    ઉના8 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    ગીરસોમનાથ જિલ્લાના તાલાલાના હડમતીયા ગામે રહેતો શખ્સ જૂનાગઢના વિસાવદર ખાતે આવેલી વાડીના મકાનના દરવાજા તોડી તલના બાચકા ચોરી કરી નાશી છુટ્યો હતો. જે અંગેની વિસાવદર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો હતો. આ ચોરી કરનાર શખ્સ છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા હોય ગીર સોમનાથ જિલ્લા એલ.સી.બી.એ આ ચોરને દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલી છે.

    તાલાલાનાં હડમતિયાગામના રેલ્વે ફાટક પાસે રહેતો રમેશ સોલંકી નામના શખ્સે વિસાવદર વાડી વિસ્તારમાં આવેલા મકાનના દરવાજા તોડી અંદર પ્રવેશ કરી તલના ભરેલા બાચકાની ચોરી કરી હતી. જેની કિ. રૂ. 1.17 લાખની ચોરી કરી નાશી છૂટ્યો હતો. અને આ શખ્સ છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હતો. જેને ગીર સોમનાથ જિલ્લાના એલસીબી બ્રાન્ચે બાતમી આધારે તાલાલા માધુપુર ચોકડી નજીકથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે.

    જૂનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડા તેમજ ગીર સોમનાથ ઇ.ચા. પોલીસ અધિક્ષક શ્રીપાલ શેષમાનાઓએ જિલ્લામાં ગુનો આચરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલી હતી. એલ.સી.બી.ના પીઆઇ. એ.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે. ઝાલા સહિતના પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન નરેન્દ્ર કછોટ, લાલજી બાંભણિયા, શૈલેષ ડોડીયા, તેમજ ઉદયસિંહ સોલંકી ટીમે મળેલી સંયુક્ત બાતમી આધારે વિસાવદર વાડીના મકાનના દરવાજા તોડી તલના બાચકા કિં. 1.17 લાખની ચોરી કરનાર રમેશ સોલંકીને તાલાલા માધુપુર ચોકડી નજીકથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال