Tuesday, March 21, 2023

રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી ખાતે કરા પડ્યા, પવન સાથે વરસાદ, ગ્રામ્ય પંથકમાં માર્ગો તરબતર | Hailstones at Greenland Chowk in Rajkot, rain with wind, roads in village panthak | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
ધોધમાર વરસાદ રસ્તા પાણી પાણી. - Divya Bhaskar

ધોધમાર વરસાદ રસ્તા પાણી પાણી.

હવામાન વિભાગ દ્વારા આગામી 25 માર્ચ સુધી માવઠાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે રાજકોટના કેટલાક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જ્યાં શહેરના ગ્રીનલેન્ડ ચોકડી ખાતે કરા પડ્યા હતા. રાજકોટ શહેરમાં સાંજ પડતા અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ભારે પવન ફૂંકાયો હતો.પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

ભારે પવનથી દુકાનોનાં બોર્ડ ઊડ્યાં
રાજકોટમાં મિની વાવાઝોડું ફૂંકાયું હોય એવો માહોલ જોવા મળ્યો હતો. ભારે પવનને કારણે દુકાનોનાં બોર્ડ ઊડીને રસ્તા પર ફેંકાયાં હતાં તેમજ ધૂળની આંધી ફૂંકાતાં વાહનચાલકો પરેશાન બન્યા હતા.

ગ્રામ્ય પંથકમાં વરસાદ

ગ્રામ્ય પંથકમાં વરસાદ

25 માર્ચ સુધી વાદળછાયું રહેવાની સંભાવના
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 25 માર્ચ સુધી ઉત્તર ગુજરાત વત્તા ઓછા પ્રમાણમાં વાદળછાયું રહેવાની સંભાવના છે. બે દિવસ પહેલા પણ જસદણ અને જેતપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.વરસાદને પગલે જેતપુર માર્કેટીંગ યાર્ડમાં પણ ખુલ્લા મેદાનમાં રહેલ જણસી પલળી હતી. જ્યાં ઘઉં,ધાણા, મરચા, જેવા પાકો પલળ્યો હતો, જ્યારે ઘઉં અને ધાણાના પાકમાં સામાન્ય નુકશાન થયું હતું. નોંધનીય છે કે, હવામાન વિભાગની આગાહી હોવા છતાં ખુલ્લા મેદાનમાં મરચાનો પાક ઉતાર્યો જેને પગલે મરચાનો પાક પલળતા ખેડૂતોને નુકશાન પહોચ્યું હતું.

વરસાદથી ખેડૂતોમાં ચિંતા
આજે ગોંડલ તાલુકાના કોલીથળ ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે કોલીથડમાં ખેડૂતોની સ્થિતિ થઈ કફોડી થઈ હતી. હાલ ઘઉં, ચણા, ધાણા સહિતના પાકો તૈયાર થઈ ગયા છે. તેમજ પશુઓ માટેનો ચારો પણ ખુલ્લા ખેતરમાં પડ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા ઘઉં, ચણા, ધાણા સહિતના પાકોમાં નુકસાન પહોંચતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે. ગોંડલમાં વરસાદ પહેલા ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી. બાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: