Wednesday, March 22, 2023

ક્રિકેટ બાબતે ચાર વર્ષ જૂની અદાવતમાં યુવકને ધીબેડી નાખ્યો; સમાધાન માટે બોલાવી ભાજપ અગ્રણીએ ધોકા-સાંકળથી માર્યો | In a four-year-old feud over cricket, the youth was beaten to death; Calling for reconciliation, the BJP leader was beaten with a chain | Times Of Ahmedabad

ગોંડલએક કલાક પહેલા

આજકાલ મારામારીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. લોકો સામાન્ય બાબતમાં કે પછી વર્ષો જૂનો વેર વાળવા હદ વટાવે છે. વિચાર્યા વગર જે હાથમાં આવે એનાથી હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિશ કરે છે. એવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં બનવા પામ્યો છે. કે જ્યાં ગોંડલ ભગવતપરામાં રહેતા યુવાનને ભાજપ અગ્રણી તથા તેના પુત્રો સહિત છ શખ્સોએ ધોકા તથા લોખંડની સાંકળ વડે બેરહેમ માર મારતા બનાવ અંગે એટ્રોસીટી સહિત ફરિયાદ થતા ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગત મોડી રાતે ભગવતપરામાં બનેલી આ ઘટનામાં ધોકા વડે યુવાનને માર મારતા હોય તેના સીસીટીવી ફુટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.

જ્યારે ભાવેશ સોલંકી ગત રાત્રીના ભુપત ડાભીના ઘરે સમાધાન માટે મળવા જતા બોલાચાલી થઈ હતી. એટલું જ નહીં બાઇક પરથી પછાડી દઇ ભુપત ડાભી, લાલો ડાભી, અજય ડાભી, નિરજ ડાભી, અશોક ગોહેલ તથા એક અજાણ્યા શખ્સે જાતી પ્રત્યે હડધુત કરી ધોકા, લોખંડની સાંકળથી બેરહેમ માર માર્યો હતો. તો આવો…જાણીએ કે શું હતી સમગ્ર ઘટના…

ઇસમો પહેલા ઘરમાંથી બહાર આવ્યા

ઇસમો પહેલા ઘરમાંથી બહાર આવ્યા

દિવ્ય ભાસ્કરે ભાવેશ સોલંકી સાથે વાતચિત કરતા તેણે જણાવ્યું હતું કે, ત્રણ-ચાર વર્ષ પહેલા ક્રિકેટ રમવા બાબતે અશોક ગોહેલ સાથે મગજમારી થઈ હતી. જેની 20 માર્ચે એટલે કે બે દિવસ પહેલા કોર્ટમાં તારીખ હતી. એ તારીખે હું ભુપત ડાભી અને તેના દીકરા લાલાના ઘરે સમાધાન માટે ગયો હતો. ત્યારે લાલાએ કહ્યું કે મારા પપ્પા બહાર ગયા છે સાંજે આવે ત્યારે આવજો. પછી હું સાંજે તેને મળવા ગયો ત્યારે અમારે એકબીજાને વાતચિત થઈ, ત્યારે ભુપત ડાભીએ એના દીકરા અને માણસોને બોલાવી હું જ્યારે બાઈક લઈને નિકળી રહ્યો હતો, ત્યારે મારા પર ઘાતક હુંમલો કર્યો અને મારી નાખવાનો પુરેપુરો પ્રયાસ કર્યો હતો. મને મારી નાખવામાં એ લોકોએ કાંઈ બાકી નહીં રાખ્યું. એટલે મારી એવી માગ છે કે, વહેલી તકે એની ધરપકડ થાય અને જ્યાં સુધી એની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મારા જીવને જોખમ છે. હવે પછી જો મારી પર કોઈ બનાવ બનશે તો એનો જવાબદાર ભુપત ડાભી પોતે હશે.

યુવક પર ધોકાથી વાર કર્યો

યુવક પર ધોકાથી વાર કર્યો

જાણો એકડે એકથી સમગ્ર હકીકત…
પ્રાપ્ત વિગત મુજબ ભગવતપરા વાછરા રોડ માધવ નગરમાં રહેતા ભાવેશ સોલંકીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, ગત તા. 20/03/2023ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યે અમારે ગોંડલ ભગવતપરા શેરી નં. 9 ખાતે રહેતા ભુપત ડાભીના સંબંધી જે ગોંડલ વાછરા રોડ પર રહેતા અશોક ગોહેલ સાથે આશરે ચારેક વર્ષ પહેલા જગડો થયો હતો. તે જગડાનો કેશ કોર્ટમાં ચાલતો હતો અને તે કેશની મુદત ગઈકાલે હતી. જેથી આ કેશમાં સમાધાન કરવા માટે હું ગોંડલ ટાઉન હોલમાં આવેલા ભુપત ડાભીના ઓફીસે ગયો હતો.

કોલરથી પકડી યુવકને બાઈક સાથે નિચે પટક્યો

કોલરથી પકડી યુવકને બાઈક સાથે નિચે પટક્યો

કેશના સમાધાનમાં ભુપતના ઘરે ગયો ને…
ત્યાં ભુપત ડાભી હાજર ન હતો પણ તેનો દીકરો લાલો હાજર હતો. જેથી મે તેને અમારા કેશનું સમાધાન કરવા ભુપતને મળવાનું છે તેમ કહેતા લાલા એ કહ્યું કે, તેના પિતા બહાર ગામ ગયેલા છે અને ઘરે રાત્રે આવશે. તેમ કહેતા હું ત્યાંથી મારા ઘરે જવા નીકળી ગયો હતો. ત્યારબાદ રાત્રીના બારેક વાગ્યે હું પાછો ભુપત ડાભીને મળવા તેના ઘરે ગયો અને ભુપત ડાભી તેના ઘરે હાજર હતો.

એકે પકડી રાખ્યો ને બીજાએ બઘડાટી બોલાવી

એકે પકડી રાખ્યો ને બીજાએ બઘડાટી બોલાવી

ઘરમાંથી બહાર જવાનું કહી ભુંડી ગાળો આપી
જેથી મે તેના ઘરમાં જઇને ભુપતને કહ્યું કે, અમારે અશોક ગોહેલ સાથે અગાઉ માથાકુટ થયેલી છે. જેના કેશમાં સમાધાન કરી નાખીએ તેમ વાતચીત કરતા હતા. તે દરમિયાન આ ભુપત ડાભી તેના દીકરા લાલને નીચે રૂમમાં બોલાવ્યો અને ત્યારબાદ ભુપત ડાભીના ભાઈનો દીકરો અજય ડાભીને બોલાવતા તે પણ રૂમમાં આવ્યો હતો. ત્યારબાદ આ ત્રણેય મને સમાધાન કરવાની ના પાડી મને ઘરમાંથી બહાર જવાનું કહી ભુંડી ગાળો દેવા લાગ્યા હતા.

ત્યારબાદ એક પછી એક એમ ચાર-પાંચનું ટોળું તૂટી પડ્યું

ત્યારબાદ એક પછી એક એમ ચાર-પાંચનું ટોળું તૂટી પડ્યું

ભુપત ડાભીએ મને ધોકા વડે માર્યો: ભાવેશ સોલંકી
હું તેના ઘરની બહાર પડેલું મારું મોટરસાયકલ લઈ જવા નીકળતો હતો. તે દરમિયાન લાલા ડાભીએ ભુંડી ગાળો આપી મને જ્ઞાતિપ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યો હતો. મેં તેને ગાળો દેવાની ના પાડી તો અજય ડાભી એકદમ ઉશ્કેરાઈ ગયો અને લાકડાનો ધોકો લઇ મને પાછળ વાંસાના ભાગે તથા કમરના ભાગે માર મારવા લાગ્યો હતો. તે દરમિયાન લાલાએ મને ધક્કો મારી મોટર સાયકલ નીચે જમીન પર પછાડી દીધો હતો. અહીંયા ભુપત ડાભીએ પણ લાકડીનો ધોકો લઇને મને પગમાં તથા વાંસાના ભાગે મારવા લાગ્યો હતો. તે દરમિયાન જગડાનો દેકારો થતા બાજુના ડેલામાંથી નીરજ ડાભી આવી તે પણ મને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો.

ઝઘડાનો દેકારો થતા અન્ય માણસો આવી યુવકને રગદોળી નાખ્યોં

ઝઘડાનો દેકારો થતા અન્ય માણસો આવી યુવકને રગદોળી નાખ્યોં

જગડાનો દેકારો થતા બાજુબાજુના માણસો એકઠા થયા
એટલીવારમાં ત્યાં બાજુના ડેલામાંથી અન્ય એક ઇસમ આવ્યો જેને હું ઓળખતો ન હતો, તેણે બાજુમાંથી શ્વાનને બાંધવાની સાંકળ લઇને મને માર મારવા લાગ્યો હતો અને ભુંડી ગાળો દઈ શરીરે, પગમાં તથા વાંસાના ભાગે માર માર્યો હતો. આ જગડાનો દેકારો થતા બાજુબાજુના માણસો એકઠા થઇ જતા હું મારું મોટર સાયકલ લઇ મારા ઘરે જવા નીકળ્યો હતો.

ઈજાગ્રસ્ત ભાવેશ સોલંકી

ઈજાગ્રસ્ત ભાવેશ સોલંકી

પત્નીને ફોન કરી થયેલી માથાકુટ વિશે જણાવ્યું
તે દરમિયાન મેં મારી પત્નીને ફોન કરી મારી સાથે ભુપત ડાભીના ઘરે થયેલી માથાકુટની વાત કરી હતી. બાદમાં હું મારા ઘરે જવા નીકળી ગયો હતો. તે દરમિયાન મારા પત્નીએ મારા સાળા કિરણ વરતીયાને જાણ કરી હતી. જે મને તેડવા આવતા હોય અને ગુડલક પાન પાસે પહોંચ્યા હતા. જ્યાં અમે બન્ને ભેગા થયા હતા, હું તેને આ બનાવ બાબતની વાત કરતો હતો, તે દરમિયાન અશોક ગોહેલ ત્યાંથી પસાર થતા મારા સાળા કીરણે તેને રોકી અને કહ્યું કે, તમારા લીધે મારા બનેવીને ભુપત તથા તેના દીકરાઓએ અત્યારે માર મારેલો છે.

ધોકા અને સાંકળથી ફટકાર્યો

ધોકા અને સાંકળથી ફટકાર્યો

હાથ મરડીને મોટર સાયકલ સાથે અથડાવ્યો
આમ વાત કરતા અશોક ગોહેલ એકદમ ઉશ્કેરાઈ ગયો અને કહેવા લાગ્યો કે, તારાથી થાય તે કરીલે અને આટલું કહી ભુંડી ગાળો દેવા લાગ્યો હતો. જેથી મારા સાળાએ તેને ગાળો દેવાની ના પાડતા આ અશોક મારા સાળા સાથે જપાજપી કરવા લાગ્યો હતો અને તેનો જમણો હાથ મરડીને મોટર સાયકલ સાથે અથડાવ્યો હતો, ત્યારબાદ તે ત્યાંથી જતો રહ્યો હતો.

આખા શરીરમાં નિશાન જ નિશાન

આખા શરીરમાં નિશાન જ નિશાન

બંને હાલ સારવાર હેઠળ
બાદ અમે બન્ને મારા ઘરે પહોંચ્યા હતા. અમને બન્નેને શરીરે ઇજા થતા દુખાવો થતા મને તથા મારા સાળા કિરણને અમારા મિત્ર મનોજ પરમાર તથા મારા સાળા ખુશાલ વરતીયા અત્રે સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવેલા છે અને હાલમાં અમારી બન્નેની સારવાર ચાલુ છે. જોકે આ બાબતે ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કિરણ વરતીયા (ભાવેશ સોલંકીનો સાળો)

કિરણ વરતીયા (ભાવેશ સોલંકીનો સાળો)

અન્ય સમાચારો પણ છે…