No results found

    હિમાલયા મોલના ગેમ ઝોનમાં બોલિંગ રમતાં રમતાં મારામારી, લાફાવાળી થતાં પોલીસ દોડી ગઈ | In the game zone of the Himalaya Mall, the police rushed to the bowling after the punches and slaps | Times Of Ahmedabad

    અમદાવાદએક કલાક પહેલા

    • કૉપી લિંક

    અમદાવાદના હિમાલયા મોલમાં ગેમ ઝોનની અંદર બોલિંગ રમવા દરમિયાન મારામારીનો બનાવ સામે આવે છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવી છે. ગેમ ઝોનમાં બનેલી ઘટના સંદર્ભે સીસીટીવી સામે આવ્યા છે. હાલ પોલીસ આ સંદર્ભે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

    ગેમ ઝોનમાં ગેમ રમવા દરમિયાન મારામારી
    અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલા મોલમાં ચાલતા ગેમ ઝોનમાં ગેમ રમવા દરમિયાન મારામારીનો બનાવ સામે આવે છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હિમાલયા મોલમાં ગેમ ઝોન ચાલે છે. આ ગેમ ઝોનમાં અનેક યુવક યોજના બોલિંગ રમવા માટે આવે છે. આ ગેમ રમવા દરમિયાન ઘણી વખત લાઈન હોય છે અથવા પોતાનો વારો આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે.

    યુવકે ઉશ્કેરાઈને લાફો ઝીકી દીધો
    બે દિવસ અગાઉ મોલમાં ગેમ રમવા આવેલા લોકો પોતાના વારાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે એક વ્યક્તિ વચ્ચે આવ્યો અને તેની સાથે ઝઘડો થયો હતો. થોડીવારમાં વાત ઉગ્ર બની હતી અને એક યુવકે ઉશ્કેરાઈને લાફો ઝીકી દીધો હતો. આ બાદ બન્ને તરફ બબાલ થતા પોલીસને જાણ થતા પોલીસ પહોંચી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ ડાંગરએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હાલ અમે આ સંદર્ભે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال