- Gujarati News
- Local
- Gujarat
- Patan
- In Hashapur Area Of Patan For Some Time Now, The Locals Have Raised Slogans And Expressed Their Anger Due To The Bad Water In The Bore.
પાટણ26 મિનિટ પહેલા
- કૉપી લિંક
પાટણ નગરપાલિકામાં સમાવિષ્ટ કરાયેલા હાસાપુર વિસ્તારના રહીશો છેલ્લા કેટલાક સમયથી પાણીના પ્રશ્નને લઈને મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. હાશાપુર ગ્રામ્ય વિસ્તારનો બોર છેલ્લા કેટલાક સમયથી ફેલ થતાં નવીન બોર માટે પાલિકા પ્રમુખે કલેક્ટર સમક્ષ દરખાસ્ત કરી ગ્રાન્ટ માટેની રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને કલેક્ટર દ્વારા નવીન બોર બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર પણ કરવામાં આવી હોય છતાં આજદિન સુધી આ નવીન બોરની કામગીરી પાલિકા તંત્ર દ્વારા હાથ નહીં ધરાતા હાશાપુર વિસ્તારમાં આવેલ સહયોગ નગર ,રાજદીપ, અમરદીપ, કૃષ્ણપાર્ક, ગોવિંદપાર્ક, ઓમનગર-1, ઓમનગર-2 સહિતની 10 જેટલી સોસાયટીના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે.

શુક્રવારના રોજ ઉપરોક્ત સોસાયટીઓની મહિલાઓએ પાલિકા કેમ્પસ ખાતે આવી પાલિકા સત્તાધીશો તેમજ ભાજપ સરકારના વિરુદ્ધમાં સૂત્રોચાર કરી પોતાનો રોષ પ્રગટ કરી ઉપરોક્ત વિસ્તારમાં સર્જાયેલી પાણીની વિકટ સમસ્યાનું નિરાકરણ લાવવા અને તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં નવીન બોર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

આ વિસ્તારમાં રહીશોની પાણીની સમસ્યાનો ત્વરિત નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં મહિલાઓએ વિસ્તારના લોકોને સાથે રાખીને પાલિકા વિરુદ્ધ જલદ કાર્યક્રમો આપવાની ફરજ પડશે તેવુ આ વિસ્તારના મહિલા અગ્રણી અને એડવોકેટ ગૌરીબેને જણાવ્યું હતું.